અમદાવાદ:ઉસ્માનપુરા ઝોન ઓફિસ અને રિવરફ્રન્ટ હાઉસ હવે કોર્પોરેશનની નવી ઓફિસ ??

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
રિવરફ્રન્ટ હાઉસની ફાઈલ તસવીર - Divya Bhaskar
રિવરફ્રન્ટ હાઉસની ફાઈલ તસવીર
  • અનલોક 1-2 અને 3માં ગાઈડલાઇન સાથે સરકારી અને ખાનગી ઓફિસો ચાલુ પણ મેયરથી લઈ પદાધિકારીઓ ત્યાં ફરકતા નથી

ઉસ્માનપુરા ચાર રસ્તા પાસે આવેલી પશ્ચિમ ઝોનની ઓફિસ અને રિવરફ્રન્ટ હાઉસ હવે કોર્પોરેશનનું નવું સરનામુ બની જાય તો નવાઈ નહિ. કારણ કે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ભાજપના સત્તાધીશો હજી પણ કોર્પોરેશનના મુખ્યાલય એટલે કે ખમાસા સરદાર પટેલ ભવન ખાતે આવેલી ઓફિસમાં બેસતા નથી. સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ હોય કે બોર્ડ હોય તમામ કામગીરી હજી પણ આ જ ઓફિસમાં બેસી ઓનલાઇન કરવામાં આવી રહી છે.પ્રજા પોતાના પ્રશ્નો લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસે આવતી હોય છે. પરંતુ હજી પણ અધિકારીઓ ત્યાં બેસતા નથી જેના કારણે પ્રજાને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. રાજય સરકારે પણ આ બાબતે ગંભીર નોંધ લેવાની જરૂર છે. આગામી નવેમ્બરમાં આવતી ચૂંટણીમાં પ્રજાની વચ્ચે કઈ રીતે જશે તેના પર સવાલ ઉભા થઇ રહ્યા છે.

બહાનું કાઢી સત્તાના મદમાં મદમસ્ત રહેલા મેયરથી લઈ તમામ પદાધિકારીઓ કોર્પોરેશન ઓફિસમાં બેસતા નથી
કોરોનાની મહામારીમાં લોકડાઉન બાદ અનલોક 4 આવી રહ્યું છે. લોકો પોતાનું જીવન હવે કોરોનાની વચ્ચે વિતાવતા શીખી ગયા છે. માસ્ક પહેરવાનું અને ગાઈડલાઇનના પાલન વચ્ચે અનેક સરકારી ઓફિસો, ખાનગી ઓફિસો અને વેપાર- ધંધા શરૂ થઈ ગયા છે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન અને અન્ય પદાધિકારીઓએ કોરોના મહામારી, વરસાદ અને પ્રજાની અન્ય સમસ્યાઓને સાંભળવાની હોય છે પરંતુ તેનાથી દૂર રહેવા માટે કોરોનાનું બહાનું કાઢી સત્તાના મદમાં મદમસ્ત રહેલા મેયરથી લઈ તમામ પદાધિકારીઓ કોર્પોરેશન ઓફિસમાં બેસી રહ્યા નથી.

નવેમ્બર માસમાં આવતી ચૂંટણીમાં પ્રજાજનો આ સત્તાધીશોને સણસણતો જવાબ આપી શકે છે
સત્તાના નશામાં ચૂર એવા મેયર બીજલ પટેલ અને અન્ય પદાધિકારીઓ દ્વારા આજે બીજા મહિને પણ બોર્ડની બેઠક ઓનલાઇન કરી હતી. જેની સામે કોંગ્રેસે અનોખી રીતે કોર્પોરેશન ઓફિસના પટાંગણમાં જ સામાન્ય સભા યોજી હતી. પ્રજાના પ્રશ્નો એકતરફ ઉકેલવાની જરૂર છે પરંતુ સત્તાધીશો આ બાબતે ગંભીર નથી ત્યારે નવેમ્બર માસમાં આવતી ચૂંટણીમાં પ્રજાજનો આ સત્તાધીશોને સણસણતો જવાબ આપી શકે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આ બાબતે કહે છે કે મ્યુનિસિપલ કમિશનર આ બાબતે નિર્ણય લેશે પછી ત્યાં બેસીશું.

અન્ય સમાચારો પણ છે...