તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોંગ્રેસનો આક્ષેપ:ટેસ્ટ માટે લોકો મોટો ખર્ચ કરે છે અને રાજ્યની 27 યુનિવર્સિટીઓમાં RT-PCR ટેસ્ટ માટે ઉપયોગી સાધનો ધુળ ખાય છે

અમદાવાદ12 દિવસ પહેલા
માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં ખંભાતી તાળા મારી દેવામાં આવ્યાં
  • ભાજપ સરકારે રાજ્યના નાગરીકોને લૂંટવા ખાનગી લેબોરેટરીને પરવાનો આપી દીધોઃ ભાવિક સોલંકી રાષ્ટ્રીય સંયોજક NSUI

અમદાવાદમાં કોરોનાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રોજ હજારોની સંખ્યામાં નવા કેસ નોંધાઈ રહ્યાં છે. બીજી તરફ રેપિડ ટેસ્ટ માટેની કીટ ખુટી રહી છે. તે ઉપરાંત RT-PCR ટેસ્ટ માટે લોકોને મસમોટો ખર્ચ કરવો પડે છે. ત્યારે માઈક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં ખંભાતી તાળા મારી દેવામાં આવ્યાં છે. જ્યાં ટેસ્ટ માટેના સાધનો પણ ધુળ ખાઈ રહ્યાં છે. જે યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજી, લાઇફ સાયન્સ, ક્લિનિકલ રિસર્ચ. બાયોટેકનોલોજી જેવા કોર્સીસ ચાલતા હોય ત્યા RTPCRના ટેસ્ટીંગની વ્યવસ્થાઓ હોય છે.

NSUIએ સરકાર પર આક્ષેપ કર્યો
રાજ્યમાં કોરોનાના કેસો વધતાં હાઈકોર્ટે RT-PCR ટેસ્ટ માટે યુનિવર્સિટીઓમાં ટેસ્ટની વ્યવસ્થા કરવા નિર્દેશ કર્યો હતો. પરંતુ હાલ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. એક રેપિડ ટેસ્ટ માટેની કીટ ખુટતાં ટેસ્ટિંગ બુથ બંધ કરી દેવામાં આવી રહ્યાં છે. ત્યારે રાજ્યની 27 યુનિવર્સિટીઓમા ટેસ્ટની વ્યવસ્થા કરવામા નથી આવી. આ મામલે ગુજરાત યુનિવર્સિટીમા પુચ્છા કરતા આ મશીનો AMCને આપવામા આવ્યા હોવાનો કોંગ્રેસ દ્વારા દાવો કરવામા આવ્યો છે.બીજીતરફ AMCએ પ્રાઇવેટ સંસ્થાને ટેસ્ટીંગનો કોન્ટ્રાક્ટ આપ્યો છે ત્યારે NSUIના રાષ્ટ્રીય સંયોજક ભાવિક સોલંકીએ પ્રાઇવેટ લેબને ફાયદો કરાવવાના હેતુથી મશીન આપ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે.

હાઈકોર્ટે RT-PCR ટેસ્ટ માટે યુનિવર્સિટીઓમાં ટેસ્ટની વ્યવસ્થા કરવા નિર્દેશ કર્યો હતો
હાઈકોર્ટે RT-PCR ટેસ્ટ માટે યુનિવર્સિટીઓમાં ટેસ્ટની વ્યવસ્થા કરવા નિર્દેશ કર્યો હતો

ABVP RT-PCR કરાવવા આગળ આવ્યું
કોરોના મહામારી વચ્ચે હવે ABVP પણ હવે મેદાને ઉતર્યું છે.સરકારી હોસ્પિટલમાં RT-PCR ટેસ્ટ તો થાય છે પરંતુ તેમાં લાંબી રાહ જોવી પડી છે. ત્યારે ખાનગી લેબ અને હોસ્પિટલમાં 700 રૂપિયામાં ટેસ્ટ થાય છે પરંતુ કેટલાક જરૂરિયાતમંદ લોકો તે કરાવી શકતા નથી. જેને કારણે ABVP દ્વારા આવતીકાલથી ABVPના કાર્યાલય પર RT-PCR ટેસ્ટ કરાવી આપવામાં આવશે. ટેસ્ટ મળવા આવનાર વ્યકિતએ રજિસ્ટ્રેશનના 100 રૂપિયા ફી આપવાની રહેશે.

મોબાઈલ પર રિપોર્ટ મોકલી અપાશે
ABVPના આગેવાન વિશાલ ખટિકે જણાવ્યું હતું કે, હાલની મહામારી વચ્ચે લોકોની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ABVP સાથે નેશનલ મેડિકો ઓર્ગેનાઈઝેશન અને જન્મ શતાબ્દી સેવા સમિતિએ પણ સાથે રહેશે. પાલડી ખાતેના કાર્યાલય પર પ્રતિ દિન 100 વ્યક્તિના ટેસ્ટ કરવામાં આવશે. જે બાદ મોબાઈલ નંબર પર રિપોર્ટ મોકલી આપવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

વધુ વાંચો