તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તાકીદ:પાણીનો થતો વ્યય અટકાવવા બા‌વળા નગરપાલિકાને તાકીદ

અમદાવાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મલેરિયાનો 1 કેસ

અમદાવાદ જિલ્લામાં સરકારી કચેરીમાં પાણીનો વ્યય થતું હોવાનું મેલેરિયા અધિકારીઓની તપાસમાં બહાર આવ્યું છે. પાણીનો વ્યય અટકાવવા બા‌વળા નગરપાલિકાના ચીફ ઓફિસર અને મામલતદારને અંતિમ વખત તાકીદ કરાઇ છે. હવે પછી પાણીનો વ્યય થતો હશે તો નોટીસ આપવાની પણ સૂચના અપાઇ છે. ગત જાન્યુઆરીથી અત્યાર સુધીમાં મેલેરિયાનો માત્ર એક કેસ નોંધાયો છે.

જિલ્લા મેલેરિયાની અધિકારીની ટીમ સ્થળ પર ગઇ હતી. ટીમ દ્વારા જાહેર સ્થળો અને લોકોના ઘરની ખુલ્લી જગ્યામાં ચકાસણી કરાઇ હતી. મચ્છરોના બ્રિડીંગ મળે તો નોટીસ આપતા હતાં. ટીમ દ્વારા હજી સુધી એક પણ સ્થળે દંડ વસુલાયો નથી. લોકોને મફતમાં અપાયેલી મચ્છરદાનીમાં લોકો સુવે છે કે, નહીં, તેની ચકાસણી કરી યુઝર રેટ કાઢવામાં આવ્યો હતો. પોરાનાસકમાં દવાનો છંટકાવ યોગ્ય રીતે કર્યો છે કે, નહીં તેની ચકાસણી કરાઇ હતી અને આરોગ્ય કર્મચારીઓ દ્વારા લેવામાં આવેલા લોહીના નમૂનાનું ક્રોસ ચેકીંગ તથા ગુણવત્તાની ચકાસણી કરાઇ હતી. સીડીએચઓ ડો.શૈલેષ પરમાર અને મલેરિયા અધિકારી નરેન્દ્રસિંહ રાઠોડે કહ્યું કે, તાલુકાના કાયમી ભરાઇ રહેતા તળાવમાં પોરાભક્ષક માછલીઓ મકવામાં આવી હતી અને મેલેરિયા વિરોધી જૂન માસમાં પેમ્પેલેટ, સ્ટીકર, ફોમસીટ, બુકલેટ દ્વારા લોકોમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચકીનગુનિયાના રોગો અંગે જાગૃતિ કેળવવામાં આવી હતી. આ કામગીરી જાન્યુઆરી માસથી ચાલતી હોઇ અત્યાર સુધીમાં મેલેરિયાનો માત્ર એક કેસ નોંધાયો હતો.

અન્ય સમાચારો પણ છે...