પરિચિત મહિલાનાં કરતૂત:અમદાવાદના વેપારી અને તેમની મહિલા કર્મચારીના ફોટો સાથે પોતાનો ફોટો સોશિયલ મીડિયામાં અપલોડ કરી પતિ, પત્ની ઔર વો લખ્યું

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • યુવતી અને તેના બોસના ફોટો મૂકી બીભત્સ બદનામી થાય એવાં લખાણ અને કોમેન્ટ કરી
  • વેપારી ફરિયાદ કરવા ગયા તો મહિલાએ બળાત્કારની ફરિયાદ નોંધાવવાની ધમકી આપી
  • ફોટો અપલોડ કરનારી મહિલા વેપારીને ત્યાં અવારનવાર પુસ્તક છપાવવા આવતી હતી

અમદાવાદમાં પતિ, પત્ની ઔર વોના ઘણા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે, પરંતુ હવે શહેરમાં એક વેપારી તેની મહિલા કર્મચારી અને અન્ય એક યુવતીના ફોટો ક્રોપ કરીને સોશિયલ મીડિયામાં ફરતા કરવામાં આવ્યા હતા. આ ફોટો પર પતિ, પત્ની ઔર વો લખવામાં આવ્યું હતું. વેપારીએ આ અંગે પોલીસમાં ફરિયાદ કરવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ એક મહિલાનો ફોન આવ્યો અને તેણે કહ્યું, આ બધી ફેક આઈડી તેણે જ બનાવ્યું છે. જો ફરિયાદ કરશો તો તમારી સામે બળાત્કારનો ગુનો નોંધાવીશ. આ ઘટનાને લઈને વેપારી અને તેમની મહિલા કર્મચારીએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

મહિલાએ ફોન કરીને બળાત્કારની ફરિયાદ કરવાની ધમકી આપી
પ્રાપ્ત વિગતો પ્રમાણે, શહેરમાં બુક સ્ટોલ અને પ્રિન્ટિંગનું કામ કરતા વેપારી મહેશભાઈ (નામ બદલ્યું છે) તેમની દુકાનમાં કામ કરતી હિના ( નામ બદલ્યું છે) સામે સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ નોંધાવવા માટે જતા હતા. આ દરમિયાન એક મહિલાનો ફોન તેમના પર આવ્યો હતો. આ મહિલાએ ફોનમાં કહ્યું હતું કે તમારા ફોટા મેં જ અપલોડ કર્યા છે. જો તમે ફરિયાદ કરવા જશો તો તમારી વિરુદ્ધ બળાત્કારની ફરિયાદ નોંધાવીશ. આ સમગ્ર ઘટનાની પાછળ ફોન કરનારી મહિલાનો રોલ હોવાનું સામે આવ્યું છે.

પ્રતીકાત્મક તસવીર.
પ્રતીકાત્મક તસવીર.

મહિલા અવારનવાર પુસ્તક છપાવવા જતી હતી
વેપારીને ફોન કરનાર મહિલા નિશા (નામ બદલ્યું છે) કચ્છની છે અને પોતે લેખક છે. તે અવારનવાર અમદાવાદ આવીને મહેશભાઈને ત્યાં પુસ્તક છપાવવા માટે જતી હતી. તે સમયે હિના તેને મળતી હતી. વારંવાર આવવાના કારણે વેપારીના સ્ટાફ સાથે તેની મિત્રતા થઈ હતી. આ દરમિયાન હિનાના ફોન ઉપર એક મિત્રએ કેટલાક સ્ક્રિન શોટ મોકલ્યા હતાં. જેમાં અલગ અલગ નામથી હિના, મહેશભાઈ અને નિશાના ફોટો પતિ પત્ની ઓર વોના નામથી ફરતા થયા હતાં.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

મહિલાએ ફોનમાં આઈડી બનાવ્યા હોવાનું કહ્યું
આ વાતની જાણ થતાં હિનાએ તાત્કાલિક મહેશભાઈને ફોન કર્યો હતો અને બાદમાં તેમને આ અંગે ફરિયાદ કરવાનું નક્કી કર્યું હતું. નીશાએ મહેશભાઈને વોટ્સએપ કોલ કરીને જણાવ્યું હતું કે, તમે કોઈ ફરિયાદ કરવા જશો નહીં. આ બધા આઈડી મેં જ બનાવ્યાં છે અને અલગ અલગ ફોટો પર કોમેન્ટ કરી છે. જો તમે ફરિયાદ કરવા જશો તો તમારી સામે બળાત્કારની ફરિયાદ નોંધાવીશ. આ દરમિયાન મહેશભાઈ અને હિનાએ ફરિયાદ નોંધાવી નહીં બાદમાં ફરી આવી કોમેન્ટ આવતાં હિનાએ મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...