તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી:નવી જેટીના લોજિસ્ટિક માટે 15 કરોડ સુધી સહાય અપાશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની પ્રથમ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્કસ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી

રાજ્યમાં લોજીસ્ટિક્સ પાર્કની વેલ્યુ ચેઇનને આવરી લઇને ઔદ્યોગિક ક્ષેત્રે સ્પર્ધા વધારવા અને રોજગારીની તકો ઉભી કરવાના ભાગરૂપે મુખ્યમંત્રી રૂપાણીએ રાજ્યની પ્રથમ ઇન્ટિગ્રેટેડ લોજિસ્ટિક્સ એન્ડ લોજિસ્ટિક્સ પાર્કસ પોલિસીને સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. આ પોલિસીની સૂચિત જોગવાઇ મુજબ નવી જેટીના લોજિસ્ટિક ફેસેલિટીઝ, ડેવલપમેન્ટ અને મિકેનિઝમ માટે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટના 25 ટકા અને મહત્તમ 15 કરોડની મર્યાદામાં કેપિટલ સબસીડી અપાશે.

મળવાપાત્ર લોન પર 7 વર્ષ માટે 7 ટકા ઇન્ટરેસ્ટ સબસીડી અપાશે, જે વાર્ષિક મહત્તમ 50 લાખની મર્યાદા સુધી વિસ્તારી શકાશે. મૂડી ખર્ચ નીચો લાવવા સરકાર 100 ટકા સ્ટેમ્પ ડ્યૂટી રિએમ્બર્સ કરી આપશે. આ પોલિસીમાં સ્કિલ્ડ મેનપાવરની જરૂરિયાતને ધ્યાનમાં લેવામાં આવી છે. જે મુજબ 120 કલાક કરતાં વધુની તાલીમ માટે તાલીમાર્થી દીઠ 15 હજાર રૂપિયા રિએમ્બર્સ થશે. જ્યારે મહિલાઓની તાલીમ ફી 100 ટકા રિએમ્બર્સ થશે. ક્વોલિટી સર્ટિફિકેશન, પેટન્ટ, આરએન્ડી માટે પણ સહાય મળશે. ખાનગી કંપનીઓને વેલ્યુ ચેઇનમાં કાર્યક્ષમતા અને વિઝિબિલિટી વધારવાની ટેક્નોલોજી અપનાવવા માટે સહયોગ કરાશે. લોજીસ્ટિક નેટવર્કની કાર્યક્ષમતા વધવાથી અંતિમ ઉપભોક્તાના એકંદર ખર્ચમાં ઘટાડો થાય તેવી સૂચિત જોગવાઇઓ પોલિસીમાં કરવામાં આવી છે. જીઆઇડીબીની બોર્ડ બેઠકમાં મુખ્યમંત્રીના સચિવ અશ્વિનીકુમારે મુખ્યમંત્રી, અન્ય મંત્રીઓ તથા અધિકારીઓ સમક્ષ આ પોલિસીનું પ્રેઝન્ટેશન કર્યું હતું.

રાજ્યમાં 11 જેટીના વિકાસનું પ્લાનિંગ
રાજ્યમાં 11 જેટી અને વિવિધ બંદરોના વિકાસની યોજના બનાવી છે. ઔદ્યોગિક વિસ્તારો સાથે કનેક્ટિવિટી મળે તે માટે 7 રેલવે પ્રોજેક્ટની દરખાસ્ત મુકી છે. જેમાં હજીરા સુધી રેલ કનેક્ટિવિટી અને હજીરાના ઔદ્યોગિક વિસ્તારથી ડીએફસી સુધીની રેલવે લાઇનનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...