કોરોનાની અસર:ફ્લાઇટોની 30 ટકા સુધી ટિકિટ રદ, બુકિંગમાં 70 ટકાનો ઘટાડો

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કોરોનાના કેસ વધતાં હવાઇ મુસાફરીને સૌથી વધુ અસર
  • મહારાષ્ટ્ર, દિલ્હીની ફ્લાઇટમાં સૌથી વધુ કેન્સલેશન

કોરોનાથી શહેરમાં બુક થયેલી ફ્લાઈટોમાં 30 ટકાથી વધુ લોકો ટિકિટ કેન્સલ કરાવી રહ્યા છે અને બુકિંગમાં પણ 60થી 70 ટકા ઘટાડો થયો છે. રોજ અમદાવાદથી 8થી 10 ફ્લાઈટ રદ થાય છે. બુકિંગ એજન્ટ નીરવ શાહે જણાવ્યું કે, છેલ્લા 4-5 દિવસથી 30 ટકાથી વધુ લોકો ટિકિટ બુકિંગ કેન્સલ કરાવી રહ્યા છે. જેમાં સૌથી વધુ કેન્સલેશન મહારાષ્ટ્રના શહેરો ઉપરાંત ગોવા, દિલ્હી, રાજસ્થાન સહિત અન્ય શહેરોની ટિકિટો શામેલ છે. તેમણે વધુમાં જણાવ્યું કે, ટિકિટ કેન્સલેશનની સાથે હાલ બુકિંગ પણ ખુબજ ઘટી ગયું છે.

સામાન્ય દિવસોમાં ડોમેસ્ટિક સેક્ટરની રોજની 60 લાખથી 70 લાખ રૂપિયાની ટિકિટો બુક કરતા હતા. પરંતુ 15 ડિસેમ્બર બાદથી બુકિંગમાં ઘટાડો શરૂ થયો છે અને હાલના દિવસોમાં રોજની 10 લાખથી 15 લાખ રૂપિયાની ટિકિટો જ બુક થઈ રહી છે આમ બુકિંગમાં પણ 70 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે.

ટિકિટ રિશિડ્યૂલ કરી આપવા તમામ એરલાઇન્સની જાહેરાત
ફ્લાઇટો કેન્સલ થતાં વિવિધ એરલાઇન્સે કોઈ પણ ચાર્જ લીધા વિના ફ્રીમાં ટિકિટો રિશિડ્યુલ કરવાની જાહેરાત કરી છે. ઈન્ડિગો, ગોફર્સ્ટ, સ્પાઈસ જેટ, એર ઈન્ડિયાએ 31 માર્ચ સુધીની મુસાફરી પર લોકોને 31 જાન્યુઆરી સુધી ફ્લાઈટ મુસાફરીના 3 દિવસ પહેલા સુધી મુસાફરી રિશિડ્યુલ કરવાની તક આપી છે.

અન્ય સમાચારો પણ છે...