ચારધામની યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત:નોંધણી વગરના યાત્રીઓને ઋષિકેશ અટકાવી દેવાશે; દર વર્ષે અમદાવાદથી 70થી 80 હજાર લોકો ચારધામ જાય છે

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ઉત્તરાખંડ સરકારે ચારધામ યાત્રા માટે રજિસ્ટ્રેશન ફરજિયાત કર્યું છે. રજિસ્ટ્રેશન વગરના યાત્રીઓને ઋષિકેશ ખાતે અટકાવી દેવાય છે. ચારધામની ક્ષમતા મુજબ રજિસ્ટ્રેશન કરાઇ રહ્યું છે. રજિસ્ટ્રશન બાદ જ લોકોને આગળ જવા દેવાશે.

ગુજરાતમાં દર વર્ષે આશરે 4 લાખ અને અમદાવાદમાંથી 70થી 80 હજાર લોકો ચારધામ યાત્રાએ જતા હોય છે. દેશભરમાંથી યાત્રીઓના ભારે ધસારાને કારણે હરિદ્વારથી ઉપર જવા માટે વાહન મળતું નથી અને ત્રણથી ચાર દિવસનું વેઈટિંગ છે. યાત્રીઓએ રજિસ્ટ્રેશન ઉપરાંત હેલ્થ એડવાઈઝરીનું પણ પાલન કરવાનું રહેશે. પર્યટન સચિવ દિલીપ જાવલકરે જણાવ્યું કે, ચારધામ માટે રજિસ્ટ્રેશન વગર જતાં લોકોને ઋષિકેશથી આગળ જવા નહીં દેવાય. તેથી રજિસ્ટ્રેશન બાદ જ શ્રદ્ધાળુઓએ યાત્રા માટે ઉત્તરાખંડ પહોંચવું અને રજિસ્ટ્રેશન બાદ જ હોટલ અને અન્ય બુકિંગ કરાવવાં.

રજિસ્ટ્રેશન કરાવ્યા બાદ જ ટૂર પ્લાનિંગ કરવું. શ્રદ્ધાળુઓ વેબસાઈટ registrationandtouristcare.uk.gov.in પર રજિસ્ટ્રેશન કરાવી શકે છે. એજ રીતે ચારધામની યાત્રા પહેલાં તમમ લોકોએ આરોગ્ય ચકાસણી પણ કરાવવી જોઈએ. જેથી હિમાલય પર્વત પર ખૂબ ઉંચાઈએ આવેલા આ ધામ પર પહોંચવામાં તકલીફ ન પડે. આ સ્થળોએ ઠંડી વધુ લાગવી, હવાનું ઓછું દબાણ વધવું, અલ્ટ્રા વાયોલેટ રેડિએશન અને ઓક્સિજનનું પ્રમાણ લોકોને અસર કરી શકે છે.

અન્ય સમાચારો પણ છે...