તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિનિ લોકડાઉનનું અનલોક:રાજ્યના 18 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત અને 18ને કર્ફ્યૂ મુક્તિ, લગ્નમાં 100 વ્યક્તિને છૂટ, વેપારીઓ માટે વેક્સિન ફરજિયાત, સિનેમાઘરો ખુલશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • એસ.ટી બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે દોડાવવાની છૂટ આપી
  • પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે

કોરોનાના કહેરને પગલે રાજ્યના 36 શહેરોમાં મિનિ લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. પરંતુ હવે બીજી લહેર શાંત થઈ ગઈ હોવાથી સરકાર તબક્કાવાર રાહત આપી રહી છે. આજે કોર કમિટીની બેઠકમાં સરકારે 18 શહેરોને નાઈટ કર્ફ્યૂમાં એક કલાકની રાહત આપવાનો નિર્ણય કર્યો છે. જ્યારે 18 શહેરોને રાત્રિ કર્ફ્યૂમાંથી મુક્ત કર્યા છે.

તેમજ રાજ્યના સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ, ઓડિટોરિયમ 50 ટકાની ક્ષમતા સાથે ચાલુ કરી શકાશે. તેમજ લગ્ન પ્રસંગમાં 100 લોકો સુધી ઉપસ્થિત રહી શકશે. નવા નિયંત્રણો અને ગાઈડલાઈનનો 27મી જૂનથી અમલ કરાશે.

8 મહાનગર સહિત 18 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ યથાવત
રાજ્યની આઠ મહાનગરપાલિકા અને વાપી, અંકલેશ્વર, વલસાડ, નવસારી, મહેસાણા, ભરૂચ, પાટણ, મોરબી, ભુજ અને ગાંધીધામ એમ કુલ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુ સહિતના નિયંત્રણો ચાલુ રહેશે. આ 18 શહેરોમાં રાત્રિ કર્ફ્યુનો સમય એક કલાક ઘટાડીને રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધીનો કરાયો છે.

18 શહેરોમાં વેપારીઓ અને સ્ટાફે 30 જૂન સુધીમાં વેક્સિન લેવી ફરજિયાત
આ 18 શહેરોમાં વ્યવસાયિક પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે. રાજ્યના આ સિવાયના તમામ વિસ્તારોમાં વ્યવસાયિકો પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 10 જુલાઇ સુધીમાં વેક્સિન ફરજિયાત લેવાની રહેશે.

18 શહેરોમાં વ્યવસાયિક એકમો 9 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે
આ 18 શહેરોમાં રેસ્ટોરન્ટ, હોટેલ્સ રાત્રે 9 વાગ્યા સુધી 60 ટકાની ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે. હોમ ડિલિવરી રાત્રે 12 કલાક સુધી ચાલુ રાખી શકાશે. આ 18 શહેરોમાં વ્યવસાયિક એકમો રાત્રિના 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.

વ્યવસાયિક પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવી પડશે
વ્યવસાયિક પ્રવૃત્તિ ધરાવતા સંચાલકો, માલિકો, સ્ટાફ સહિત તમામે આગામી 30 જૂન સુધીમાં વેક્સિન ફરજિયાત લેવી પડશે

વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી
તેમજ અંતિમક્રિયા અને દફનવિધિમાં 40 લોકોને છૂટ અપાઇ છે. જ્યારે સામાજિક-રાજકીય પ્રસંગો અને ધાર્મિક સ્થાનો પર હોલની ક્ષમતાના 50 ટકા અને મહત્તમ 200 લોકો ઉપસ્થિત રહી શકશે. વાંચનાલયોની ક્ષમતાના 60 ટકાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે GSRTCની બસોમાં 75 ટકાની ક્ષમતા સાથે દોડાવવાની છૂટ આપી છે. પાર્ક-ગાર્ડન રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે.