ગુજરાત અનલોક-4:આજથી દુકાનોમાં કોઈ સમયમર્યાદા નહીં, રેસ્ટોરાં 11 વાગ્યા સુધી ખુલ્લી અને બાગ-બગીચામાં એન્ટ્રી શરૂ

અમદાવાદ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સ્કૂલ-કોલેજો હજી 30મી સુધી બંધ, લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓને પણ કોઈ પાબંધી નહીં
  • 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરી ખુલશે, એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી
  • સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ, ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે
  • કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું

જો તમને સપ્ટેમ્બરમાં શરૂ થનાર અનલોક-4ની રાહ હોય તો રાજ્ય સરકારે તેની ગાઈડલાઈન્સ બહાર પાડી દીધી છે. આ ગાઈડલાઈન મુજબ ગુજરાતમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં 30 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. જ્યારે કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં કેન્દ્ર સરકારની માર્ગદર્શક સૂચનાઓ અનુસાર નિય પ્રવૃત્તિ ચાલુ રાખવામાં આવે છે. ગુજરાતમાં આજથી હોટેલ અને રેસ્ટોરન્ટ 10 વાગ્યાના બદલે 11 વાગ્યા સુધી ખુલ્લા રહેશે. તેમજ પબ્લિક ગાર્ડન પણ ખુલશે. ધાર્મિક સ્થળો પણ સંપૂર્ણ ખુલ્લા રાખી શકાશે. તેની સાથે સાથે 8 વાગ્યા સુધી ખુલ્લી રહેતી દુકાનો હવે 24 કલાક ખુલ્લી રાખવાની છૂટ આપવામાં આવી છે. જ્યારે સ્કૂલ સહિતની શૈક્ષણિક સંસ્થાઓ 30 સપ્ટેમ્બર સુધી બંધ રહેશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં સ્થાનિક સ્તરે લોકડાઉન જાહેર કરી શકાશે નહીં.

સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ બંધ રહેશે, ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે
ગાઈડલાઈન્સ મુજબ હવે લારી-ગલ્લા અને શેરી ફેરિયાઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. જ્યારે 60 ટકા કેપેસિટી સાથે લાઈબ્રેરીઓ પણ ખુલશે. એસટી-ખાનગી બસ-કેબ સેવાને પણ 50 ટકા કેપેસિટી સાથે મંજૂરી આપવામાં આવી છે. પરંતુ સિનેમાગૃહો-મલ્ટિપ્લેક્સ હજી પણ બંધ રાખવામાં આવ્યા છે. જ્યારે ઓપન એર થિએટર 21મીથી ખોલી શકાશે.

ગાઈડલાઈનની મહત્વપૂર્ણ વાતો

1.સ્કૂલો નહીં ખુલે પણ અન્ય શૈક્ષણિક કાર્યોમાં રાહત

  • 21 સપ્ટેમ્બરથી શૈક્ષણિક સંસ્થાઓમાં 50 ટકા શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને ઓનલાઈન શિક્ષણ-ટેલિ કાઉન્સેલિંગ માટે બોલાવી શકાશે. આ બાબતે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOPનું પાલન કરવું પડશે.
  • 21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારોમાં ધો.9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ સ્વૈચ્છિ ધોરણે શિક્ષકોના માર્ગદર્શન અર્થે વાલીની લેખેતિપૂર્વ મંજૂરી મેળવી સ્કૂલે જઈ શકશે.
  • સ્કિલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ 21 સપ્ટેમ્બરથી આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી SOP અનુસાર શરૂ કરી શકશે.
  • ટેકનિકલ એન્ડ પ્રોફેશનલ પ્રોગ્રામ્સ ફોર PH.D અને અન્ય પોસ્ટ ગ્રેજ્યુએટ્સ કે જેમાં લેબ કે પ્રાયોગિક કાર્ય જરૂરી હોય તે અંગે ઉચ્ચ શૈક્ષણિક વિભાગ દ્વારા ગૃહમંત્રાલયના પરામર્શમાં નિર્ણય લેવામાં આવશે.

લાઈબ્રેરીઓ 60% કેપેસિટીથી ખૂલી શકશે
છેલ્લા 4 મહિનાથી બંધ રહેલી રાજ્યની લાઈબ્રેરી પણ હવે ખૂલશે. રાજ્ય સરકારે મંગળવારે જાહેર કરેલી માર્ગરેખા મુજબ 60 ટકા કેપેસિટીથી લાઈબ્રેરી ખોલી શકાશે. રાજ્યમાં મોટાભાગની લાઈબ્રેરી સરકાર કે ટ્રસ્ટ હસ્તક હોવાથી લોકો અનેક કારણોસર તેની મુલાકાત લેતા હોય છે. ધીરે ધીરે શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ થઈ રહી છે ત્યારે વિદ્યાર્થીઓને લાઈબ્રેરી ખોલવાથી ઘણો ફાયદો થશે તેમ મનાઈ રહ્યું છે.

સ્કૂલ- કોલેજો બંધ, 21મીથી 50% સ્ટાફને બોલાવી શકાશે
રાજ્યમાં 30 સપ્ટેમ્બર સુધી શાળા-કોલેજ, શૈક્ષણિક અને કોચિંગ સંસ્થાઓ બંધ રહેશે પરંતુ 21 સપ્ટેમ્બરથી 50 ટકા શૈક્ષણિક તથા બિનશૈક્ષણિક સ્ટાફને ઓનલાઇન શિક્ષણ કે ટેલી કાઉન્સેલિંગ માટે બોલાવી શકાશે. 21મીથી ધોરણ-9થી 12ના વિદ્યાર્થીઓ વાલીની લેખિત પૂર્વ મંજૂરી મેળવીને સ્વૈચ્છિક રીતે શિક્ષકોનું માર્ગદર્શન મેળવવા શાળાએ જઇ શકશે. સ્કીલ ડેવલપમેન્ટ ટ્રેનિંગ ઇન્સ્ટીટ્યુટ 21 સપ્ટેમ્બરથી શરૂ થઇ શકશે.

2. 100 લોકોની મર્યાદા સાથે ધાર્મિક-રાજકીય કાર્યક્રમોને છૂટ

  • સામાજિક, શૈક્ષણિક, રમત ગમત, મનોરંજન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ધાર્મિક-રાજકીય સમારોહ તથા અન્ય સમૂહમાં 21 સપ્ટેમ્બરથી 2020થી 100 વ્યક્તિની મર્યાદામાં એકઠા થવાની છૂટ માસ્ક, સોશિયલ ડિસ્ટન્સિગ. થર્મલ સ્કેનિંગ અને સેનેટાઈઝની સુવિધા સાથે આપવામાં આવશે. પરંતુ લગ્ન સમારોહમાં 50 વ્યક્તિ જ્યારે અંતિમ ક્રિયા કે અંતિમવિધિ માટે 20 વ્યક્તિની મર્યાદા 20 સપ્ટેમ્બર સુધી યથાવત રહેશે.

અનલોક-3માં કઈ કઈ છૂટ આપી

  • 1 ઓગસ્ટથી રાત્રી કર્ફ્યુમાંથી સંપૂર્ણ પણે મુક્તિ આપી
  • દુકાનો 8 વાગ્યા સુધી તેમજ હોટલ રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખવા છૂટ
  • 5 ઓગસ્ટથી જીમ અને યોગ સેન્ટર ખોલવા છૂટ આપી

અનલોક-2માં આ છૂટ આપી હતી

  • અનલોક 2માં કર્ફયુમાં એક કલાકની રાહત આપી રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી કર્ફ્યુનો અમલ કરાવ્યો હતો. જેનો અનલોક 3માં સંપૂર્ણ અંત આવી ગયો છે.
  • દુકાનોને રાત્રે 8 વાગ્યા સુધી કામકાજ ચાલુ રાખવા દેવાનો નિર્ણય કર્યો
  • હોટલ અને રેસ્ટોરન્ટ પણ રાત્રે 9 વાગ્યા સુધી ચાલુ રાખવાની છૂટ આપી હતી

અનલોક-1માં કઈ કઈ છૂટ મળી હતી

  • સાંજના 7 વાગ્યા સુધી જ વ્યાપાર-ધંધા અને રેસ્ટોરન્ટ ખુલ્લા રાખવાની છૂટ
  • રાત્રિના 9 વાગ્યાથી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યુનો લાદવામાં આવ્યો
  • અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં 60 ટકા બેઠક વ્યવસ્થા સાથે ST બસ સેવા શરૂ થઈ
  • તમામ દુકાનો ખોલવા માટે મંજૂરી આપી
  • સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમો સાથે ઓફિસો શરૂ થઈ
  • મોલ, હોટેલ, રેસ્ટોરાં ખોલવાની છૂટ આપી
  • AMTS સહિત સમગ્ર રાજ્યમાં 50 ટકા સિટિંગ સાથે સિટી બસ સેવા ચાલુ કરી
  • ટુ-વ્હીલર પર બે વ્યક્તિને બેસીને જવાની છૂટ આપી
  • ફોર વ્હીલરમાં 1+2 અને મોટી ફોર વ્હીલરમાં 1+3નો નિયમ યથાવત રાખ્યો હતો
  • કન્ટેઇન્ટમેન્ટ ઝોન સહિત સમગ્ર રાજ્યમાં ફુલ સ્ટાફ સાથે બેન્ક પણ ચાલુ કરી
  • સચિવાલય અને સરકારી કચેરીઓ સંપૂર્ણપણે શરૂ કર્યા
અન્ય સમાચારો પણ છે...