યુનિવર્સિટી પરીક્ષા શરૂ:ચૂંટણીને કારણે સ્થગિત કરાયેલા યુનિવર્સિટીની પરીક્ષા આજથી પ્રારંભ, કુલ 65 હજાર પરીક્ષાર્થી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

ગુજરાત યુનિવર્સિટીમાં આજથી સેમેસ્ટર-3 અને 1ની પરીક્ષા શરૂ થઈ છે. 22 નવેમ્બરથી પરીક્ષા શરૂ થવાની હતી, પરંતુ ચૂંટણીને કારણે પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી, જે આજથી શરૂ થઈ છે. 125થી વધુ કોલેજના 65,000 વિદ્યાર્થીઓ આજે પરીક્ષા આપશે.

22 નવેમ્બરે શરૂ થનાર પરીક્ષા આજથી અને 8 ડિસેમ્બરથી શરૂ થનાર પરીક્ષા 27 ડિસેમ્બરે શરૂ થશે. આજથી બીએ, બીકોમ, બીબીએ, બીએસસી, બીસીએ, એમબીએ, એમએસસી સહિતના વિધાશાખામાં સેમેસ્ટર-3ની પરીક્ષા આજથી શરૂ થઈ છે. યુનિવર્સિટી સાથે જોડાયેલી 125થી વધારે કોલેજમાં વિદ્યાર્થીઓની બેઠક વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.

અગાઉ કોરોનાને કારણે ઓનલાઇન પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો, પરંતુ હવે માત્ર ઓફલાઇન પરીક્ષા જ યોજાશે. આજથી શરૂ થતી પરીક્ષા 22 ડિસેમ્બર સુધી ચાલશે. આ પરીક્ષા માટે મોટી સંખ્યામાં કચારીઓની નિયુક્તિ કરવામાં આવશે. જરૂર પડે ત્યાં બે ઓબ્ઝર્વર રાખવામાં આવશે. આ પરીક્ષા શરૂ થયા બાદ UG અને PGના સેમેસ્ટર-1ની પરીક્ષા શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...