તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Ahmedabad
 • University College Guidelines For Starting Academic Work, Online Education For Students Who Do Not Want To Come To College Must Be Arranged

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિક્ષણ વિભાગની SOP:યુનિવર્સિટી-કોલેજમાં શૈક્ષણિક કાર્ય શરૂ કરવા માર્ગદર્શિકા જાહેર, વિદ્યાર્થીને કોલેજ આવવા દેવા માટે વાલીઓએ સંમતિપત્ર આપવું પડશે

અમદાવાદ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • જે વિદ્યાર્થીઓને કોલેજ ના આવવું હોય તેમના માટે ઓનલાઇન શિક્ષણની વ્યવસ્થા કરવી પડશે

કોરોના મહામારીને કારણે 8 મહિનાથી બંધ કોલેજો દિવાળી પછી ખોલવામાં આવશે. રાજ્યની તમામ ખાનગી અને સરકારી કોલેજ 23મી નવેમ્બરથી શરૂ કરવામાં આવશે. આ મામલે શિક્ષણ વિભાગે કોલેજ તથા યુનિવર્સિટી ફરીથી ખોલવા માટે માર્ગદર્શિકા જાહેર કરી છે. જે રાજ્યની તમામ યુનિવર્સિટી અને સરકારી તથા ખાનગી કોલેજને લાગુ થશે. આ ગાઇડલાઇન નીચે પ્રમાણે છે.

 • ઓફલાઇન શૈક્ષણિક કામગીરી માટે વાલી પાસેથી સંમતિપત્ર મેળવવાનું રહેશે, જે વિદ્યાર્થીઓ ક્લાસમાં ન જોડાય તેઓ માટે ઓનલાઇન અભ્યાસની વ્યવસ્થા કરવાની રહેશે.
 • તમામ કાર્યવાહી યુજીસીની ગાઇડલાઇનને અનુસરીને ચાલુ કરવામાં આવશે
 • પહેલા તબક્કામાં પીજી, પીએચડી, એમફિલ વગેરે અભ્યાસક્રમો, મેડિકલ તથા પેરામેડિકલના તમામ તથા અન્ય સ્નાતક અભ્યાસક્રમના ફક્ત ફાઇનલ યરના વિદ્યાર્થીઓને ભૌતિક રીતે શિક્ષણ આપવામાં આવશે. અન્ય વર્ગોમાં ઓનલાઇન અભ્યાસ ચાલુ રહેશે.
 • વિદ્યાર્થીઓની સંખ્યા અને વિષયની જરૂરિયાત મુજબ વર્ગસંખ્યા ગોઠવવાની રહેશે.
 • બે વિદ્યાર્થીઓ વચ્ચે યુજીસીની માર્ગદર્શિકા પ્રમાણે સોશિયલ ડિસ્ટન્સ જળવાય તે માટે 50-50 ટકા વિદ્યાર્થીઓના બે વર્ગ અથવા 1/3ના ત્રણ વર્ગ ગોઠવી શકાશે.
 • સમયાંતરે વિદ્યાર્થીઓને બોલાવવાના થાય તો જે વિદ્યાર્થીઓને બોલાવીમાં આવે તેઓને સતત ત્રણ દિવસ માટે બોલાવવામાં આવશે. ત્યારબાદ બાકીના દિવસોએ બીજા સમૂહના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. ત્યારબાદ બાકીના દિવસોએ બીજા સમૂહના વિદ્યાર્થીઓને બોલાવવામાં આવશે. વધુમાં કયા વિષય અને અભ્યાસક્રમ માટે કયા પ્રકારની વ્યવસ્થા ગોઠવવાની રહેશે તે અંગેનો નિર્ણય લેવા માટે કુલપતિ અથવા પ્રિન્સિપાલ સમક્ષ રહેશે.
 • હોસ્ટેલની સુવિધા આપવામાં આવે તો હાલ એક રૂમમાં એક જ વિદ્યાર્થી રહી શકશે. હોસ્ટેલ માટેની માર્ગદર્શિકાનું સંપૂર્ણપણે પાલન કરવાનું રહેશે.
 • ફેસમાસ્ક ફરજિયાત રહેશે તથા હેન્ડ વોશિંગ, સેનેટાઇઝેશન પોઇન્ટ્સની પૂરતી સંખ્યા રાખવાની રહેશે. વર્ગખંડોનું સમયાંતરે સેનેટાઇઝેશન કરવામાં આવશે.
 • આ ઉપરાંત વિદ્યાર્થી કોલેજમાં પ્રવેશે ત્યારે તેનું ટેમ્પરેચર લેવામાં આવશે અને તમામ યુજીસીની ગાઇડલાઇનનું પાલન કરવામાં આવે.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો