વિદ્યાર્થીઓમાં રોષ:PG મેડિકલમાં યુનિ. સ્ટેટ ક્વોટા મુદ્દે વિદ્યાર્થીઓ હાઈ કોર્ટ પહોંચ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • નવા નિયમથી રાજ્યના વિદ્યાર્થીઓમાં અસંતોષ

રાજ્યની પીજી મેડિકલની બેઠકોની પ્રવેશ કાર્યવાહીમાં ગુજરાતના અને ગુજરાત બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ અપાતા વિદ્યાર્થીઓ હાઈ કોર્ટમાં ગયા છે. પીજી મેડિકલની શૈક્ષણિક વર્ષ 2022-23 માટેની પ્રવેશ કાર્યવાહી હાલ શરૂ કરાઈ છે, જે માટે રાજ્ય સરકારે પ્રવેશ માટેના નિયમોની જાહેરાત કરી હતી. આ નિયમોમાં સરકાર તરફથી ગુજરાત તેમ જ ગુજરાત બહારના ધોરણ 10 અને ધોરણ 12 તેમ જ એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશની મંજૂરી અપાઈ છે.

વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો
આ નિયમને સામે ગુજરાતમાંથી ધોરણ 10 અને 12 પાસ કરનાર અને એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓમાં રોષ ફેલાયો છે. આ વિદ્યાર્થીઓએ માગ કરી છે કે યુનિવર્સિટી સ્ટેટ ક્વોટા રદ કરવામાંં આવે અને ગુજરાતમાંથી ધોરણ 10 અને ધોરણ 12 પાસ કરનાર તેમજ એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓને પ્રવેશમાં પ્રાધાન્ય આપવામાં આવે, જેથી મૂળભૂત રીતે ગુજરાતમાંથી એમબીબીએસ થયેલા વિદ્યાર્થીઓને પીજી મેડિકલમાં પ્રવેશ મેળવીને સર્જન ડોક્ટર બનવાની તક મળે. હાલ પીજી મેડિકલની 2 હજારથી વધુ બેઠક પર પ્રવેશ માટે રજિસ્ટ્રેશન પૂરું થયું છે.

અન્ય સમાચારો પણ છે...