તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હેપ્પી વેલેન્ટાઈન ડે:વહેલી સવારથી અમદાવાદીઓમાં અનેરો ઉત્સાહ, ફૂલ અને ગિફ્ટની કરી ખરીદી શરૂ, ગુલાબના ભાવમાં 50થી 80 રૂપિયાનો વધારો

અમદાવાદ19 દિવસ પહેલા
રિવરફ્રન્ટ પર વેલેન્ટાઈન ડેને લઈને સેલ્ફી પોઇન્ટ બનાવવા આવ્યો છે
 • વહેલી સવારથી શાહીબાગ રિવરફ્રન્ટ પર લોકોની ભીડ પણ જોવા મળી રહી છે
 • ડિમાંડ વધતા માર્કેટમાં અવનવા ફૂલ પણ જોવા મળ્યા છે, સિંગલ ફૂલની જગ્યા એ બુકેની વધારે ખરીદી

વેલેન્ટાઇન ડે દુનિયાભરમાં એક ખાસ રીતે ઉજવવામાં આવે છે. પ્રેમ કરનારાઓ માટે આ દિવસ એક ખાસ દિવસ હોય છે. આ વર્ષે પણ વિવિધ દિવસો શરૂ થઈ ગયા છે. આ દિવસે એવી માન્યતા છે કે, લોકો પોતાના દિલની વાત કહે છે અને જણાવે છે કે તેઓ તેમની સાથે પ્રેમ કરે છે. ત્યારે અમદાવાદમાં વહેલી સવારથી જ કોલેજ ના યુવક-યુવતીઓ એક બીજા માટે ફૂલની ખરીદી કરી રહ્યા છે. જેના કારણે આજે ફૂલોની કિંમતોમાં પણ 50થી 80 રૂપિયા સુધીનો વધારો જોવા મળી રહ્યો છે.

યંગસ્ટર્સેએ બમણી કિંમત ચૂકવી ફૂલ ખરીદ્યા
વેલેન્ટાઈન ડેના દિવસે ગુલાબની કિંમત પણ બમણી થઈ ગઈ છે. સામાન્ય દિવસ જે રેડ રોઝ 20 રૂપિયામાં મળતું હોય છે તે આજે 40થી 50 રૂપિયામાં વેચાઈ રહ્યું છે સાથે આ વખતે ગુલાબ જેવા પિંક અને યેલો કલરના ફૂલ ની ડિમાન્ડ વધી છે. માર્કેટમાં અવનવા ફૂલ પણ જોવા મળ્યા છે લોકો હવે સિંગલ ફૂલની જગ્યા એ બુકે પણ વધારે ખરીદે છે. બુકેની પણ કિંમતમાં પણ 50-80 રૂપિયા વધી ગયા છે. શાહીબાગ વિસ્તારમાં રીવરફ્રન્ટ હોવાથી યુવક-યુવતી અહીંના ફૂલ બજારમાં ઉમટી આવ્યા છે. મહત્ત્વ છે કે, બમણી કિંમત ચૂકવીને ફૂલ ખરીદી રહ્યા છે, શાહીબાગ રિવરફ્રન્ટ પર લોકોની ભીડ પણ જોવા મળી રહી છે.

શાહીબાગ વિસ્તારમાં રીવરફ્રન્ટ હોવાથી યુવક-યુવતી અહીંના ફૂલ બજારમાં ઉમટી આવ્યા
શાહીબાગ વિસ્તારમાં રીવરફ્રન્ટ હોવાથી યુવક-યુવતી અહીંના ફૂલ બજારમાં ઉમટી આવ્યા

વેલેન્ટાઇનએ સરપ્રાઈઝ આપવા માટે કેફે ડિમાંડમાં
આજના દિવસે ઉજવણીને લઈને યુવક-યુવતીઓ લાલ વસ્ત્ર પહેરતા હોય છે અને એક બીજા ને ફૂલની સાથે ચોકલેટ, ટેડીબિયર જેવી ગિફ્ટ આપતા હોય છે. અને ઘણા લોકો તો તેમના વેલેન્ટાઇનને સરપ્રાઈઝ આપવા માટે રેસ્ટોરન્ટ કે કેફેમાં અલગ વ્યવસ્થા પણ કરાવતા હોય છે. આ દિવસે ગુલાબના ફુલનું અનેરું મહત્વ રહેલું છે જેમાં તેઓ તેમના પ્રિય પાત્રને ગુલાબનું ફૂલ આપીને પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા હોય છે. ફૂલના વિક્રેતાએ જણાવ્યું કે, યુવક-યુવતીઓમાં દર વર્ષ જેટલો ઉત્સાહ છે તેઓ સવારથી જ ફૂલ લેવા માટે આવી રહ્યા છે.

જે રેડ રોઝ 20 રૂપિયામાં મળતું હોય છે તે આજે 40થી 50 રૂપિયામાં વેચાઈ રહ્યું છે
જે રેડ રોઝ 20 રૂપિયામાં મળતું હોય છે તે આજે 40થી 50 રૂપિયામાં વેચાઈ રહ્યું છે

રિવરફ્રન્ટ સહિતમાં લોકોનું ફોટો પડાવી સેલિબ્રેશન
ઉલ્લેખનીય છેકે, મોટા ભાગના લોકો આ દિવસ ઉજવણી માટે ભાગે રિવરફ્રન્ટ પર કરતા હોય છે. કારણ કે રિવરફ્રન્ટ લોકોનું મનપસંદ સ્થળ છે સોશિયલ મીડિયામાં પણ લોકો એક-બીજાને મેસેજ કરીને વેલેન્ટાઈન ડે વિસ કરતા હોય છે તો કેટલાક લોકો ફોટો શેર કરીને પણ પ્રેમની અભિવ્યક્તિ દર્શાવતા હોય છે. જેના માટે રિવરફ્રન્ટ પર વેલેન્ટાઈન ડેને લઈને સેલ્ફી પોઇન્ટ બનાવવા આવ્યો છેકે, જ્યાં યુવક-યુવતીઓ ફોટો પાડીને સોશિયલ મીડિયામાં શેર કરી શકે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો