તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોર્નિંગ બ્રીફ:કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીની રાજકોટમાં સભા, ભાજપે ચૂંટણી લડ્યા વિના ઉના-કડી નગરપાલિકા કબજે કરી, પાલિકા-પંચાયતોની 219 બેઠક પર જીત

અમદાવાદ13 દિવસ પહેલા

નમસ્કાર!
લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્, અમદાવાદમાં ગરમી વધી શકે. કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજકોટમાં સભા ગજવશે....ચાલો, શરૂ કરીએ મોર્નિંગ ન્યૂઝ બ્રીફ...

સૌથી પહેલા જોઇએ, બજાર શું કહે છે....

સેન્સેક્સ52,104.17-49.96
ડોલરરૂ.72.69-0.06
સોનું(અમદાવાદ)પ્રતિ 10 ગ્રામ49,100+100

આ 4 ઘટના પર રહેશે નજર
1) મનપાની ચૂંટણીનો પ્રચાર પુરજોશમાં, કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાની રાજકોટમાં સભા કરશે.
2) લઘુતમ તાપમાનમાં ફેરફાર થવાની સંભાવના નહિવત્, અમદાવાદમાં ગરમી વધી શકે
3) કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ રાજકોટમાં સભા ગજવશે.
4) સુરતની ગાંધી કોલેજમાં GTU ઈનોવેશન એન્ડ સ્ટાર્ટઅપ સેન્ટર દ્વારા SSIP સ્ક્રીનિંગ કાર્યક્રમ, પસંદ થયેલા ઈનોવેશનને 2 લાખ સુધીની ગ્રાન્ટ મળશે.

હવે જોઈએ ગઈકાલના 5 ખાસ સમાચાર

1) ભાજપે ચૂંટણી લડ્યા વિના જ ઉના-કડી નગરપાલિકા કબજે કરી, પાલિકા-પંચાયતોની 219 બેઠક પર ચૂંટણી પહેલાં જ BJPનો વિજય
નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં ભાજપના 219 ઉમેદવારો બિનહરીફ થયા છે તેમજ ઉના અને કડી નગરપાલિકામાં કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ પાછા ખેંચી લેતાં ભાજપનો ભગવો લહેરાયો છે.
વાંચો સમાચાર વિગતવાર

2) ભાજપે રાજ્યસભાના ઉમેદવાર જાહેર કર્યા, દિનેશ પ્રજાપતિ અને રામભાઈ મોકરિયાને ટિકિટ મળી
ભાજપે રાજ્યસભાની બે બેઠકો માટે ઉમેદવારો જાહેર કર્યા છે. પહેલી માર્ચે યોજાનારી બે બેઠકોની ચૂંટણીમાં ભાજપે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાંથી ઉમેદવારોની પસંદગી કરી છે, જેમાં મૂળ પોરબંદરના અને મારુતિ કુરિયરના માલિક રામભાઈ મોકરિયા તથા ડીસાના ભાજપના આગેવાન અને બક્ષીપંચ મોરચાના પ્રદેશ પ્રમુખ દિનેશ પ્રજાપતિને ભાજપે રાજ્યસભાની ટિકિટ આપી છે.
વાંચો સમાચાર વિગતવાર

3) ક્રિકેટર જાડેજાનાં પત્નીનો ભાજપમાંથી તો બહેનનો કોંગ્રેસમાંથી પ્રચાર, કહ્યું-પોલિટિક્સ પોલિટિક્સની જગ્યાએ
ક્રિકેટર રવીન્દ્ર જાડેજાનાં પત્ની રીવાબા ભાજપમાંથી પ્રચાર કરે છે તો બહેન નયનાબા જાડેજા કોંગ્રેસ માટે સામાન્ય લોકો વચ્ચે શેરી-ગલીઓમાં પ્રચાર કરી રહી છે. આ અંગે DivyaBhaskar સાથેની વાતચીતમાં નયનાબા જાડેજાએ જણાવ્યું હતું કે પોલિટિક્સ પોલિટિક્સની જગ્યાએ અને પારિવારિક સંબંધ પરિવારની જગ્યાએ હોય છે.
વાંચો સમાચાર વિગતવાર

4) મુંબઈથી ઈવેન્ટ મેનેજમેન્ટ માટે આવેલી યુવતીને દારૂ પીવડાવી બે શખસોએ અમદાવાદમાં બળાત્કાર કર્યો
મુંબઈથી અમદાવાદમાં ઇવેન્ટ મેનેજમેન્ટના કામ માટે આવેલી યુવતીને દારૂ પીવડાવી બે શખસોએ બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના બની છે. નારોલના આકૃતિ ટાઉનશિપ ખાતે અન્ય યુવતીઓ દારૂ પીતી હતી ત્યારે યુવતીને ઊંઘ આવી જતાં સોફામાં સૂઈ ગઈ હતી, ત્યારે બે શખસો એક યુવતીને બેડરૂમમાં લઇ જાય એક બાદ એક બળાત્કાર ગુજાર્યો હતો.
વાંચો સમાચાર વિગતવાર

5) પ્રદેશ ભાજપ પ્રમુખ પાટીલનો વડોદરામાં ચૂંટણીપ્રચાર, કહ્યું: પેટ્રોલ-ડીઝલ અને ગેસ- સિલિન્ડરના ભાવ પર સરકારનું કોઈ નિયંત્રણ નથી
ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીના પ્રચાર અર્થે વડોદરામાં હતા. ત્યાં તેમણે જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલ તથા ગેસ-સિલિન્ડરના ભાવ પર સરકારનું કોઇ નિયંત્રણ નથી.
વાંચો સમાચાર વિગતવાર

માર્કેટ અપડેટ
- BSEનું માર્કેટ કેપ 205.80 લાખ કરોડ રૂપિયા રહ્યું. 53% કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો.
- 3,144 કંપનીના શેરમાં ટ્રેડિંગ થયું. 1,310 કંપનીના શેરમાં વધારો અને 1,660 કંપનીના શેરમાં ઘટાડો નોંધાયો.

આજે આ ઈવેન્ટ્સ પર રહેશે નજર
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી નાસકોમ ટેક્નોલોજી એન્ડ લીડરશિપ ફોરમ (NTLF)ને સંબોધન કરશે. તેઓ કાર્યક્રમમાં વીડિયો-કોન્ફરન્સથી જોડાશે.
- કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજે પુડ્ડુચેરી પહોંચશે. તેઓ રાજ્યમાં પાર્ટીના ઈલેક્શન કેમ્પેનની શરૂઆત કરી શકે છે. અહીં થોડા મહિના બાદ વિધાનસભા ચૂંટણી યોજાવવાની છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

  વધુ વાંચો