કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન તેમણે ઇન્ડિયન પોટાશ લિમિટેડ નામની સરકારી ખાતરની કંપનીની નવી ઓફિસનું ઉદઘાટન કર્યું હતું. નવરંગપુરા વિસ્તારમાં ઇન્ડિયન પોટાશ લિમિટેડની નવી ઓફિસની શરૂઆત કરવામાં આવી છે જેનું બિલ્ડિંગ પણ આધુનિક છે.
ખાતર વગર ઉત્પાદન વધી શકતું નથી
કેન્દ્રીય ફર્ટિલાઈઝર મંત્રીએ ઉદઘાટન પ્રસંગે જણાવ્યું હતું કે, ખાતર એ ખેતીનું એક અભિન્ન અંગ છે. ખાતર વગર ઉત્પાદન વધી શકતું નથી. ખાતર ઉત્પાદન માટે આવશ્યક છે. પાકને જરૂરી પોષક મળી રહે તે જરૂરી છે. જમીનમાં બે પ્રકારના ખાતર નાખીએ છીએ. એક મિનરલ્સના રૂપે છે તે જરૂરી છે. મિનરલ્સ શરીરમાં પણ જરૂરી છે. આપણે ઇન્જેક્શન અને દવાના રૂપે લઇએ છીએ. એ પ્રમાણે ખાતર પણ ખેતી માટે જરૂરી છે.
વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએ
1965 માં પાકિસ્તાનના યુદ્ધ સમયે વિદેશમાંથી કેટલાક દેશોએ ઘઉં આપવાની ના પાડી હતી. ત્યારબાદ આપને ખાદ્ય ઉત્પાદનમાં નિર્ભર બન્યા. વિશ્વમાં રશિયા અને યુક્રેન ઘઉંના ઉત્પાદન અને નિકાસના મોટા દેશો છે. યુદ્ધના કારણે ભારત પર વિશ્વના દેશોની નજર હતી. અમે ઉત્પાદન કરી અમારી જરૂરિયાત પૂરી કરીએ છીએ. વિદેશમાં પણ અનાજની નિકાસ કરીએ છીએ.
દુનિયાએ ભારતના સામર્થ્યને માન્યું
દેશમાં ખાતરની જરૂરિયાતનું 60 ટકા ઉત્પાદન ભારત કરે છે. પોટાશની આપણે આયાત કરીએ છીએ. કોવિડના સમયે દુનિયાને ચિંતા હતી કે કોવિડ મેનેજમેન્ટ કેવી રીતે કરશે. છેલ્લે કોવિડ મેનેજમેન્ટ ભારતે કર્યું. 200 કરોડ વેક્સિન ડોઝ ભારતે જનતાને આપ્યા. દુનિયાએ ભારતના સામર્થ્યને માન્યું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.