કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણના પર્વએ 3 દિવસની ગુજરાત મુલાકાતે આવી શકે છે. ગૃહમંત્રી 13 જાન્યુઆરીથી 15 જાન્યુઆરી સુધી ગુજરાતમાં રોકાઈ શકે છે. જોકે આ વર્ષે પરિવારમાં એક મરણ થયું હોવાથી તેઓ ઉત્તરાયણની ઉજવણી નહીં કરે તેવી પણ શક્યતા છે.
નોંધનીય છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહે ગત વર્ષે પણ અમદાવાદના થલતેજ ખાતે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી હતી. ઉત્તરાયણના પર્વની સવારે ગુહમંત્રી અમિત શાહ પરિવાર સાથે પહેલા જગન્નાથ મંદિરમાં ભગવાન જગન્નાથના દર્શન કરી આર્શીવાદ મેળવ્યા હતા. આ બાદ શહેરના થલતેજ તથા ઘાટલોડિયામાં પતંગ ચગાવ્યા હતા.
આ દરમિયાન તેમણે થલતેજના મેપલ ટ્રી ખાતે અગાશી પરથી પતંગ ચગાવ્યા હતા. જેમાં તેમણે એક પેચ પણ કાપ્યો હતો, જેના પગલે ત્યાં એકત્ર કાર્યકર્તાઓ અને લોકોના આનંદ જોવા મળ્યો હતો. આ ઉપરાંત તેમણે ઘાટલોડીયા વિસ્તારમાં પણ ઉત્તરાયણની ઉજવણી કરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.