તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

SG હાઇવેનો વિકાસ:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વૈષ્ણોદેવી બ્રિજનું ઉદઘાટન કરશે

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 20 જૂને અમદાવાદ આવી રહ્યા છે. તેઓ વૈષ્ણોદેવી સર્કલ પાસેનો ફ્લાય ઓવર ખુલ્લો મૂકશે. તે ઉપરાંત એસજી હાઇવે પર ગાંધીનગરના માર્ગ પરના ખોડિયાર ફ્લાય ઓવરનું પણ તેઓ ઉદ્ઘાટન કરશે.

ગુજરાતમાં આવતાં વર્ષે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેથી તેઓ અત્યારથી જ પોતાના મતવિસ્તારને લઇને સક્રિય થઇ ગયા છે. શાહ 20 અને 21 જૂન બે દિવસ અહીં રોકાશે અને તે દરમિયાનની તેમની આ મુલાકાત ઔપચારિક રહેશે જ્યારે તેઓ કોઇપણ પ્રકારની રાજકીય ગતિવિધિમાં ભાગ નહીં લે. આ દરમિયાન તેઓ કોવિડની સંભવિત ત્રીજી લહેરના વ્યવસ્થાપનની ચર્ચા માટે મુખ્યમંત્રી સાથે બેઠક કરે તેવી પણ શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...