શાહની ગુજરાત મુલાકાત:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પાનસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે, સાંજે વતન માણસામાં બહુચર માતાજીના મંદિરે દર્શન કરી આરતી કરશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
અમિત શાહ ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતાં. - Divya Bhaskar
અમિત શાહ ગઈ કાલે મોડી રાત્રે અમદાવાદ પહોંચ્યા હતાં.
  • નવા મુખ્યમંત્રી અને તેમના કેબિનેટના સભ્યો સાથે વડાપ્રધાન મોદી વિમર્શ કરશે
  • ભાજપના પદાધિકારીઓ સાથે વડાપ્રધાન મોદી રાજ્ચની સ્થિતિ અંગે ચર્ચાઓ કરશે

ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપની જોરદાર જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી ગુજરાતની બે દિવસની મુલાકાતે આવ્યાં છે. તેઓ સાંજે પોતાના વતન માણસામાં બહુચર માતાજીની આરતીમાં ભાગ લેશે. આજે બપોરે 4.00 વાગ્યે ગાંધીનગર રેલવે સ્ટેશન ખાતે મહિલા સ્વ સહાય જૂથના આર્થિક ઉત્થાન માટે ફાળવેલા ટી-સ્ટોલનું ઉદ્ઘાટન કરશે. ત્યાર બાદ સઈજ ખાતે 4.15 વાગ્યે સ્વામી નારાયણ વિશ્વમંગલ ગુરુકુલ દ્વારા નિર્મિત ઈન્ટરનેશનલ સ્કૂલના નવિન મકાનનું તથા ગુરૂકુળ દ્વારા નિર્મિત ઓક્સિજન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ત્યાર બાદ 4.30 કલાકે તેઓ પાનસર ગામના તળાવની મુલાકાત લેશે અને 4.35 વાગ્યે પાનસર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ કરશે. 6.00 વાગ્યે માણસા પહોંચીને માણસા સિવિલ હોસ્પિટલની મુલાકાત કરશે. છેલ્લે રાત્રે 8.00 વાગ્યે માણસામાં બહુચર માતાજીના મંદિરમાં દર્શન કરશે અને આરતીમાં ભાગ લેશે.

વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે આવશે ( ફાઈલ ફોટો)
વડાપ્રધાન મોદી પણ ગુજરાતની મુલાકાતે આવશે ( ફાઈલ ફોટો)

વડાપ્રધાન મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાતની મુલાકાતે આવી શકે
બીજી તરફ વડાપ્રધાન મોદી પણ ઓક્ટોબરના અંતમાં ગુજરાતની મુલાકાતે આવે તેવી સંભાવનાઓ છે. 31 ઓક્ટોબરે સરદાર જ્યંતિ છે ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં સહભાગી બને તેવી શક્યતાઓ છે.વડાપ્રધાન મોદી ઓક્ટોબરના અંતમાં ગુજરાતની મુલાકાતે આવી શકે છે. 31 ઓક્ટોબરે સરદાર જ્યંતિ છે. ત્યારે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં તેઓ સહભાગી બને તે માટેની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. તેઓ 30 અને 31 ઓક્ટોબરે ગુજરાત આવી શકે છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી સ્થળે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થાય છે. કેવડિયામાં બીજા નવા આકર્ષણો ઉભા કરવામાં આવી રહ્યાં છે. જેથી મોદી ઓક્ટોબરના અંતમાં આવીને આ આકર્ષણોનું લોકાર્પણ કરશે. વડાપ્રધાનના પ્રવાસને ધ્યાને લઈને રાજ્ય સરકારે તૈયારીઓ પણ શરૂ કરી દીધી હોવાનું સુત્રો જણાવી રહ્યાં છે.

ગત વર્ષે વડાપ્રધાન મોદીએ સી પ્લેનની સુવિધા શરૂ કરાવી હતી ( ફાઈલ ફોટો)
ગત વર્ષે વડાપ્રધાન મોદીએ સી પ્લેનની સુવિધા શરૂ કરાવી હતી ( ફાઈલ ફોટો)

નવી સરકાર સાથે ચર્ચા વિચારણા કરશે
વડાપ્રધાન મોદીના આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની કેબિનેટના સભ્યોને પ્રથમવાર ગાંધીનગરમાં મળશે. તે ઉપરાંત ભાજપના પ્રદેશ પદાધિકારીઓ સાથે ગુજરાતની હાલની સ્થિતિ અંગે વિચાર વિમર્શ કરશે તેવું ચર્ચાઈ રહ્યું છે. વડાપ્રધાને ગત વર્ષે અમદાવાદના રીવરફ્રન્ટથી કેવડિયા સુધી સી પ્લેનમાં મુસાફરી કરી હતી. તે વખતે તેમણે ગુજરાતના પ્રથમ સી પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ વખતે રાજ્યના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં તેઓ પહેલીવાર ગુજરાત આવી રહ્યાં છે.