મુલાકાત:કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 2 દિવસ રાજ્યની મુલાકાતે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ફાઇલ તસવીર - Divya Bhaskar
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ફાઇલ તસવીર

ગાંધીનગર મહાનગર પાલિકામાં ભાજપની જોરદાર જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ શુક્રવારે ગુજરાતની બે દિવસની મુલાકાતે આવી રહ્યા છે. ગાંધીનગર પાલિકા તેમના લોકસભા મતવિસ્તારમાં આવે છે. આ મુલાકાત દરમિયાન નવા ચૂંટાયેલાં કોર્પોરેટરો તથા ભાજપના નેતાઓ તેમની સાથે મુલાકાત કરશે. શાહ ગાંધીનગર રેલ્વે સ્ટેશને મહિલા સ્વસહાય જૂથ સંચાલિત ટી સ્ટોલનું ઉદ્ઘાટન કરશે.

ગરીબ પરિવારોની મહિલાઓને રોજગારી અને આર્થિક ટેકો મળી રહે તે હેતુથી આ ટી સ્ટોલ શરૂ કરાઇ રહી છે. આ સાથે તેઓ તેમના મતવિસ્તાર ગાંધીનગરમાં પાનસર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું ઉદઘાટન પણ કરવાના છે. મોડી સાંજે તેઓ વતન માણસામાં પરિવાર સાથે માતાજીના દર્શન કરશે.

અન્ય સમાચારો પણ છે...