શાહની નવા વર્ષની શુભકામના:કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહે મતવિસ્તાર, ગુજરાત અને દેશના નાગરિકોને નૂતન વર્ષની શુભેચ્છા પાઠવી

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ - Divya Bhaskar
કેન્દ્રીય ગૃહ અને સહકારમંત્રી અમિત શાહ
  • આત્મનિર્ભર ભારત અને વોકલ ફોર લોકલ મુહિમને બુલંદ બનાવીએ અને દેશ નિર્માણમાં આપણું યોગદાન સુનિશ્ચિત કરીએ -અમિત શાહ

ગાંધીનગર સંસદીય ક્ષેત્રના સાંસદ અને કેન્દ્રિય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહે ગાંધીનગર લોકસભા ક્ષેત્ર, ગુજરાત અને દેશના નાગરિકો અને કાર્યકર્તાઓને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી. અમિત શાહે નૂતન વર્ષે સર્વે નાગરિકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરામય આરોગ્ય બની રહે,સમાજ અને રાષ્ટ્ર પ્રગતિ પથ પર અવિરત આગળ વધે તેવી મનોકામના વ્યકત કરી હતી

શાહે નૂતન વર્ષે સર્વે નાગરિકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને નિરામય આરોગ્ય બની રહે, સમાજ અને રાષ્ટ્ર પ્રગતિ પથ પર અવિરત આગળ વધે તેવી મનોકામના વ્યકત કરતા કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં પાછલા સાત વર્ષોમાં "ન ભૂતો ન ભવિષ્યતિ" જેવા નિર્ણયો થકી ગરીબો, ખેડૂતો, વંચિતો અને પીડિતોના જીવનમાં પ્રકાશપુંજ પ્રગટીકરણના અને જીવનયાપન સરળ બનાવવા નિરંતર પ્રયાસો થયા.

શાહે અંતમાં કહ્યું હતું કે તહેવારોની ઉજવણીમાં આપણા સૌના સ્વાસ્થ્યની કાળજી લઈએ, પ્રત્યેક વ્યવહાર અને આચરણમાં "આત્મનિર્ભર ભારત" અને " વોકલ ફોર લોકલ" મુહિમને બુલંદ બનાવીએ અને દેશ નિર્માણમાં આપણું યોગદાન સુનિશ્ચિત કરીએ.

વડાપ્રધાનને મુખ્યમંત્રીને ફોન કરી ગુજરાતવાસીઓને નૂતન વર્ષની શુભેચ્છા આપી
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિક્રમસંવત 2078ના પ્રારંભની પૂર્વ સંધ્યાએ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે ટેલીફોનિક વાતચીત કરીને સૌ ગુજરાત વાસીઓને નૂતન વર્ષ શુભકાનાઓ પાઠવી છે. નવું વર્ષ સમગ્ર સમાજ જીવનમાં નવા ઉત્સાહ અને વિકાસ ના નવા પરિમાણો લાવનારું રહે અને ગુજરાત તથા ગુજરાતીઓની સુખ સમૃદ્ધિ પ્રગતિમય બને તેવી મંગલ કામનાઓ પ્રધાનમંત્રીએ વ્યક્ત કરી છે.

અન્ય સમાચારો પણ છે...