• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Union Home And Co operation Minister Amit Shah Urges To Achieve 100 Per Cent Target Of First Dose Of Vaccination In Ahmedabad City And District By September 30

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રીની તાકીદ:30 સપ્ટેમ્બર સુધી અમદાવાદ શહેર અને જિલ્લામાં રસીકરણનો પહેલા ડોઝનો સો ટકા લક્ષ્યાંક પ્રાપ્ત કરો: અમિત શાહ

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ - Divya Bhaskar
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ
  • જનતાની આરોગ્ય સંભાળને લગતા વિવિધ સંસાધનોનું વ્યવસ્થાપન પણ સુંદર રીતે કરવા અમિત શાહે સૂચના આપી

અમદાવાદ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અને ગાંધીનગર લોકસભા સાંસદ અમિત શાહના અધ્યક્ષ સ્થાને મળેલી દિશા મોનિટરિંગ સમિતિની બેઠકમાં જિલ્લાના પ્રજાલક્ષી પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી હતી. ત્યારે અમદાવાદ શહેર-જિલ્લામાં 30મી સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ડોઝના રસીકરણનો લક્ષ્યાંક 100% સિદ્ધ કરવા તાકીદ કરી હતી. દિશા સમિતિની બેઠકમાં જિલ્લાના વરિષ્ઠ અધિકારી અને પદાધિકારીઓની ઉપસ્થિતિમાં વિકાસકાર્યોની વિગતે સમીક્ષા હાથ ધરવામાં આવી હતી.

જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણની બેઠક
ગાંધીનગર લોકસભાના સાંસદ અને કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રી અમિત શાહના અધ્યક્ષ સ્થાને જિલ્લા વિકાસ સંકલન અને દેખરેખ નિયંત્રણ (દિશા) સમિતિની બેઠકમાં વિભિન્ન પ્રશ્નો વિશે વિગતવાર ચર્ચા-વિમર્શ કરી તાલુકા- જિલ્લા સ્તરે સંકલન અને સમન્વય સાધીને પ્રજાના પ્રશ્નોનું ઝડપથી નિરાકરણ લાવીને જિલ્લાના વિકાસની ગતિ આગળ ધપાવવા સૌ પ્રયત્નશીલ બને તેવા પ્રયાસ કરવા જણાવાયું હતું.

ઘનિષ્ઠ ઝૂંબેશ હાથ ધરવા તાકીદ
કેન્દ્રીય મંત્રીએ રસીકરણ કામગીરીની બેઠકમાં સમીક્ષા કર્યા બાદ અમદાવાદ શહેર-જિલ્લામાં રસીકરણની ઝૂંબેશ ઘનિષ્ઠ રીતે હાથ ધરી 30મી સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ રસીકરણ ડોઝનો લક્ષ્યાંક 100% સિદ્ધ કરવા તાકીદ કરી હતી. સાથે સાથે સ્લમ વિસ્તારમાં અને જ્યાં રસીકરણ ઓછું થયું છે તેવા વિસ્તારોમાં ખાસ કેમ્પ કરીને રસીકરણનો વ્યાપ વધારવા સૂચન કર્યું હતું.

છેવાડાના નાગરિકને લાભ પહોંચાડવા કેમ્પ જરૂરી ગણાવ્યા
માં કાર્ડ સંદર્ભે કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું કે, લોકોના આરોગ્યને સ્પર્શતી આ કામગીરી સુપેરે કરાય તે જરૂરી છે. જનતાની આરોગ્ય સંભાળને લગતા વિવિધ સંસાધનોનું વ્યવસ્થાપન પણ સુંદર રીતે કરવા સૂચના આપી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું હતું કે, આયુષ્યમાન ભારત, ઉજજ્વલા યોજના, એન.એફ.એસ.એ, વૃદ્ધ પેન્શન, વિધવા સહાય યોજના જેવી યોજનાઓનો લાભ છેવાડાના નાગરિક સુધી પહોચાડવા જે તે વિસ્તારમાં કેમ્પ કરવો ખૂબ જ જરૂરી છે.

શાહની અધ્યક્ષતામાં દિશાની બેઠકમાં સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને જિલ્લા વહિવટી તંત્ર જોડાયું
શાહની અધ્યક્ષતામાં દિશાની બેઠકમાં સાંસદો, મંત્રીઓ, ધારાસભ્યો અને જિલ્લા વહિવટી તંત્ર જોડાયું

મોડેલ ફાર્મની ખેડૂતોને મુલાકાત કરાવવા ભાર મૂક્યો
કૃષિલક્ષી બાબતો અંગેની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે, રાજ્યના વિવિધ વિસ્તારોમાં જુદા જુદા પાકો માટે અલગ વાતાવરણ હોય છે, ત્યારે વિવિધ તાલુકામાં વિવિધ પાકના 'મોડેલ ફાર્મ' બનાવી ખેડૂતોને મુલાકાત કરાવવી જોઈએ. જેથી ખેડૂતો 'ક્રોપ પેટર્ન ચેન્જ' અપનાવી ઉત્પાદનમાં વૈવિધ્યપણું લાવી શકે એમ તેમણે ઉમેર્યું હતું.

જન ઔષધિ કેન્દ્ર ગ્રામ વિસ્તારમાં શરૂ કરવા સમયની માગ
કેન્દ્રીય મંત્રીએ ઉમેર્યું કે, સ્વામીત્વ યોજનામાં દસકોઈ તાલુકાના પસંદ કરાયેલા 17 ગામોમાં મોડેલ કામગીરી કરી અમદાવાદ જિલ્લો અગ્રેસર ભૂમિકા ભજવી શકે એમ છે. ઉક્ત બેઠકમાં રાજ્ય સભાના સાંસદ નરહરિ અમીને જણાવ્યું હતું કે, વિવિધ યોજનાઓનો લાભ મહત્તમ લોકો સુધી પહોંચે તથા જન ઔષધિ કેન્દ્રો ગ્રામ વિસ્તારમાં વધુ કાર્યાન્વિત કરાય તે સમયની માંગ છે. આ ઉપરાંત ટી.પી. યોજનાઓ, વૃધ્ધ સહાય વિધવા સહાય તથા મહાનગરપાલિકાને સ્પર્શતી યોજનાઓ ને વધુ પરિણામ લક્ષી બનાવવા અનુરોધ કર્યો હતો.

દિશા સમિતિની બેઠકમાં સાંસદ, મંત્રી, જિલ્લા વહીવટી તંત્ર જોડાયું
આ બેઠકમાં અમદાવાદ પૂર્વ વિસ્તારના સાંસદ હસમુખ પટેલ, અમદાવાદ પશ્ચિમ સાંસદ કિરીટ સોલંકી,રાજ્યના શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા મહેસુલ મંત્રી કૌશિક પટેલ, ગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજા, ધારાસભ્ય સર્વ ભુપેન્દ્ર પટેલ, અરવિંદભાઈ, અમદાવાદ જિલ્લા પંચાયત પ્રમુખ, .જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિત અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રના અધિકારી પદાધિકારીઓ દિશા સમિતિની બેઠકમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...