અમદાવાદથી ટ્રેનમાં આબુ-અંબાજી જઈ શકાશે:કેન્દ્રીય કેબિનેટે તારંગા હિલ-અંબાજી-આબુરોડ રેલવે લાઈનને આપી મંજૂરી, રૂ.2798 કરોડના ખર્ચે પૂર્ણ થશે પ્રોજેક્ટ

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
રેલવે લાઈનની ફાઈલ તસવીર - Divya Bhaskar
રેલવે લાઈનની ફાઈલ તસવીર
  • નવી રેલવે લાઈન તૈયાર થતાં અમદાવાદ-આબુરોડ રેલવે લાઈનનો વૈકલ્પિક રેલવે રૂટ મળશે

કેન્દ્રીય કેબિનેટે તારંગા હિલ-અંબાજી-આબુરોડ નવી રેલવે પરિયોજનાને આપેલી મંજૂરી આપી છે. જે અંતર્ગત મહેસાણાની તારંગા ટેકરી પર સ્થિત પ્રસિદ્ધ શ્રી અજીતનાથ જૈન તીર્થસ્થળ, સુપ્રસિદ્ધ શક્તિપીઠ અંબાજી મંદિર અને આબુ રોડ જતા તીર્થયાત્રીઓ કે પ્રવાસીઓને આ રેલવે પરિયોજનાથી સીધો ફાયદો થશે.

આ યોજનામાં 116.65 કિ.મી. લાંબી રેલવે પરિયોજનાથી તારંગા હિલ, અંબાજી શક્તિપીઠ અને આબુરોડ સુધી રેલ કનેક્ટિવિટી મળશે. એટલું જ નહિ, નવી રેલ પરિયોજના તૈયાર થતાં અમદાવાદ આબુરોડ રેલવે લાઈનનો વૈકલ્પિક રેલવે રૂટ મળશે. અંદાજે રૂ. 2798.16 કરોડના ખર્ચે સાકાર થનારી આ રેલવે પરિયોજના 2026 સુધીમાં પૂર્ણ કરાશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 24 પવિત્ર જૈન તીર્થંકરોમાંના એક એવા શ્રી અજીતનાથજીના મંદિરની મુલાકાતે વર્ષે લાખો શ્રાવકો આવે છે. 51 શક્તિપીઠમાંના એક એવા અંબાજી તીર્થસ્થળના વિકાસ માટે ભારત સરકારની ‘પ્રસાદ’ યોજનામાં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ અંબાજી તીર્થ ખાતે 51 શક્તિપીઠ પરિક્રમા અને લાઇટ એન્ડ સાઉન્ડ શૉનો શુભારંભ કરાવ્યો છે.

આ રેલ પરિયોજના પૂર્ણ થતા દેશભરના કરોડો શ્રદ્ધાળુઓ માટે આવનારા વર્ષોમાં આદ્યશક્તિ ધામ અંબાજી પહોચવું વધુ સરળ અને સુગમ બનશે તથા તીર્થયાત્રા પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળશે.

અન્ય સમાચારો પણ છે...