તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મમતા તરછોડાઈ:અમદાવાદ રેલવે સ્ટેશન પર અજાણી મહિલા દોઢ વર્ષની બાળકીને ત્યજી જતી રહી, બાથરૂમ જવાનું કહી પાછી ન ફરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તરછોડાયેલી બાળકીની તસવીર - Divya Bhaskar
તરછોડાયેલી બાળકીની તસવીર
  • ચાઇલ્ડ લાઇન સંસ્થાને બાળકી સોંપાઈ, CCTVને આધારે મહિલાની શોધ શરૂ

અમદાવાદ રેલવે સ્ટેશન પર એક અજાણી મહિલા દોઢ વર્ષની સૂતી બાળકીને તરછોડી અજાણ્યા પેસેન્જરના ભરોસે છોડી બાથરૂમ જવાનું કહી ત્યાંથી જતી રહી હતી. થોડા સમય સુધી મહિલા પરત ન ફરતા અને પેસેન્જરને ટ્રેનનો સમય થતાં તેમણે ત્યાં હાજર સુરક્ષા કર્મચારીને બાળકી વિશે જાણ કરી ત્યાંથી જતા રહ્યા હતા. થોડા સમય સુધી અજાણી મહિલા પરત ન ફરતા સુરક્ષા જવાન બાળકીને જીઆરપી પોલીસ મથક લઈ ગયો હતો. જ્યાં પોલીસે બાળકીને તરછોડી જનારી મહિલા સામે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.

જીઆરપી પીઆઈ આર. એમ. ચુડાસમાએ જણાવ્યું કે, રવિવારે સવારે લગભગ 6 વાગે સ્ટેશનના જૂના મુસાફિર ખાના (કોન્કોર હોલ)માં ગુજરાત ટૂરિઝમની ઓફિસ પાસે કેટલાક પેસેન્જરો બેઠા હતા ત્યારે એક અજાણી મહિલાએ બાથરૂમમાં જવાનું કહી નજીકમાં બેઠેલા પેસેન્જરને બાળકીનું ધ્યાન રાખવા જણાવ્યું હતું. જોકે થોડા સમય સુધી મહિલા પરત ન ફરતા ત્યાં હાજર સુરક્ષા જવાનને પેસેન્જરોએ જાણ કરી ત્યાંથી જતા રહ્યા હતા.

સુરક્ષા જવાન બાળકીને લઈ પોલીસ સ્ટેશનમાં આવ્યો હતો જ્યાં ચાઇલ્ડ લાઇન સંસ્થાના કર્મચારીને બોલાવી બાળકી સોંપાઈ હતી. હાલમાં બાળકીની મેડિકલ તપાસ કરવાનું હોવાથી તેને સિવિલમાં દાખલ કરાઈ છે. વધુમાં આ ઘટનાની તપાસ પીએસઆઈ એસ. જે. પરમારને સોંપાઈ છે. હાલ સીસીટીવી ફૂટેજ તપાસાઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...