તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાવતરુ:અમદાવાદની વિવિધ 12 બેન્કોમાં અજાણ્યા શખ્સોએ 6.70 લાખ રૂપિયાની જુની અને બનાવટી નોટો જમા કરાવી, ક્રાઈમ બ્રાંચે ગુનો નોધીને તપાસ હાથ ધરી

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
 • AXIS બેન્કમાં 2000 ,500, 200,100અને 50 રૂપિયાના દરની કુલ 269 બનાવટી નોટો જમા કરાવવામાં આવી

અમદાવાદની વિવિધ 12 બેન્કોમાં અજાણ્યા શખ્સોએ બનાવટી તથા નકલી નોટો મળીને કુલ 6.70 લાખ રૂપિયાની ચલણી નોટો જમા કરાવી હતી. ક્રાઈમ બ્રાંચે આ અંગે અજાણ્યા શખ્સો વિરૃદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. SOG ક્રાઈમ બ્રાંચને સરકાર તરફથી જાણ કરવામાં આવી હતી કે અજાણ્યા શખ્સો દ્વારા અમદાવાદની વિવિધ બેન્કોમાં બનાવટી અને જુની ચલણી નોટો જમા કરાવવામાં આવી છે. જેને આધારે પોલીસે તપાસ કરતા અમદાવાદની 12 બેન્કોમાં જુની અને નકલી નોટો જમા કરાવવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આટલી બેંકોમાં બનાવટી ચલણી નોટો જમા થઈ
જેમાં AXIS બેન્કમાંથી 2000 ,500, 200,100અને 50 રૂપિયાના દરની કુલ 269 બનાવટી નોટો જમા કરાવવામાં આવી હતી. તે સિવાય કોટક મહિન્દ્રા બેન્કમાં 143 બનાવટી નોટો તથા રદ્દ થયેલી 1000ના દરની 16 અને 500ના દરની 16 નોટો મળી આવી હતી.ડીસીબી બેન્કમાંથી 2000ના દરની 1, 200ના દરની 2, 100ના દરની 1 તથા 50ના દરની 1 નકલી નોટ મળી આવી હતી. IDBI બેન્કમાંથી 2000ના દરની 2500 ના દરની 10 તથા 200ના દરની 11, 100ના દરની 42 અને 50ના દરની 5 નોટો મલી આવી હતી. કાલુપુર કોમર્શિયલ બેન્કમાંથી 500ના દરની 1000ના દરની 2 અને 50ના દરની 2 નોટ મળી આવી હતી. HDFC બેન્કમાંથી 2000ના દરની 30, 500ના દરની 99, 200ના દરની 41, 100ના દરની 129, 50ના દરની 30 અને 10ના દરની 1 નોટ મળી હતી.
રીઝર્વ બેન્કમાંથી આવેલા કવરોમાંથી આટલી નોટો મળી
રીઝર્વ બેન્કમાંથી આવેલા કવરોમાંથી રૃ.100ના દરની 1 નોટ મળી હતી.ICICI બેન્કમાંથી 2000ના દરની 34 નોટ, 500ના દરની 117, 200ના દરની 62,100ના દરની 255 અને 50ના દરની 16 નોટ મળી હતી. એ.યુ.સ્મોલ બેન્કમાંથી રૃ.100ના દરની 4 નોટ મળી હતી. અબ્યુદયા કો.ઓ.બેન્કમાંથી 500ના દરની 1 નોટ, IDFC બેન્કમાંથી રૃ.100ના દરની 1 નોટ અને બેન્ક ઓફ બરોડા બેન્કમાંથી રૃ.200ના દરની 53, 500ના દરની 66, 2000ના દરની ૩, 200ના દરની 34 અને 50ના દરની 18 નોટો મળી આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો