બેરોજગારી મુદ્દે ઈસુદાન ગઢવીની ટિપ્પણી:ભાજપરાજમાં ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ ઊંચો, યુવાનો અસલામતી અનુભવે છે : ગઢવી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ઇસુદાન ગઢવી - ફાઇલ તસવીર - Divya Bhaskar
ઇસુદાન ગઢવી - ફાઇલ તસવીર

આમ આદમી પાર્ટી ગુજરાતના પ્રદેશ નેતા ઈસુદાન ગઢવી એ ગુજરાતમાં દિવસે-દિવસે વધી રહેલી બેરોજગારીના મુદ્દા પર ટિપ્પણી કરતા કહ્યું કે, ગુજરાતમાં બેરોજગારીનો ગ્રાફ ઊંચો જ જતો જાય છે. છેલ્લાં 27 વર્ષથી ગુજરાતમાં ભાજપની સરકાર છે પણ આજ સુધી રોજગાર બાબતે કોઈ જ સકારાત્મક બદલાવ જોવામાં આવ્યો નથી. ભાજપના રાજ માં બેરોજગારી ની સમસ્યા સુધરવાને બદલે વધારે ખરાબ થઈ ગઈ છે.

શિક્ષિત- અર્ધશિક્ષિત બેરોજગારોની સંખ્યામાં પાછલા 27 વર્ષથી સતત વધારો જ થઇ રહ્યો છે. ચૂંટણી વખતે ભાજપ સરકાર બસ વાયદા જ કરે છે. જયારે જનતા માટે કઈ કરવાનો સમય આવે ત્યારે તે ગાયબ થઈ જાય છે. આ ભ્રષ્ટાચારી અને મતલબી ભાજપ સરકારને, ના તો પહેલા યુવાનોના ભવિષ્ય ની ચિંતા હતી કે ના આજે છે. ગુજરાતના યુવા ભાજપા શાસનમાં ગુજરાતમાં પોતાનું ભવિષ્ય સલામત નથી સમજતા.

જુલાઈ મહિનામાં યોજનારી તલાટીની પરીક્ષા વિશે જણાવતા ઈસુદાન ગઢવીએ આગળ કહ્યું કે, દરેક યુવાનને પોતાના રાજ્યમાં સરકારી નોકરી લેવાનું સપનું હોય છે. પરંતુ ગુજરાતમાં ભાજપના લીધે દર વર્ષે લાખો યુવાનોના સપના તૂટી જાય છે. આ વર્ષે તલાટી ની અરજી માટે અત્યાર સુધીનો સૌથી મોટો રેકોર્ડ બન્યો છે. તલાટી ની 3400 જગ્યા માટે 17 લાખ ઉમેદવારોએ અરજી મૂકી છે.

અન્ય સમાચારો પણ છે...