ભાસ્કર એક્સપ્લેનર:પહેલી અને બીજી લહેરના ટ્રેન્ડ્સથી સમજો ગુજરાતમાં ત્રીજી લહેરનો અંત ક્યારે આવશે?

અમદાવાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક
વાંચો ગ્રાફિકમાં સમગ્ર માહિતી. - Divya Bhaskar
વાંચો ગ્રાફિકમાં સમગ્ર માહિતી.
  • ...ત્રીજી લહેરમાં રોજના 20થી 50 હજાર કેસ બાદ પીક આવશે, ત્યાર પછી 15 દિવસમાં 50% કેસ ઘટશે
  • રોજના 1600 કેસ પછી પહેલી લહેર 50 દિવસમાં, 14,600 કેસ પછી બીજી લહેર 30 દિવસમાં નબળી પડી
  • ગત 30 એપ્રિલે ગુજરાતમાં કોરોનાના સૌથી વધારે 14,605 દૈનિક કેસ નોંધાયા હતા
  • અત્યારસુધી કોરોનાની અસર... પહેલી, બીજી અને ત્રીજી લહેરના ડેટા પર એક નજર

કોરોનાએ ફરી એકવાર માથું ઊંચક્યું છે. રાજ્યમાં દૈનિક કેસો 6 હજાર આસપાસ આવી રહ્યા છે. એક્ટિવ કેસની સંખ્યા 20 હજારથી પણ વધારે થઈ ગઈ છે. રાજ્યમાં સૌથી વધારે દૈનિક કેસ 14,605 ગત 30મી એપ્રિલે આવ્યા હતા. એ દિવસે જ કોરોનાને કારણે 173 મૃત્યુ પણ થયાં હતાં. 2020માં કોરોના મહામારીની શરૂઆત બાદ હજુ પણ દુનિયા કોરોનાના કહેરમાં છે.

પ્રથમ, બીજી અને ત્રીજી લહેરના ડેટા પર નજર કરીએ.....

આ વખતે ત્રીજી લહેરમાં કેસ વધવાની ઝડપ વધારે હશે અને ઘટવાની પણ એટલી જ ઝડપ હોવાનો અંદાજ છે. પહેલી લહેરમાં રોજના 1600 કેસ પછી 50 દિવસમાં, જ્યારે બીજી લહેરમાં 14600 કેસ પછી 30 દિવસમાં કોરોનાની લહેર નબળી પડી હતી. બેંગલુરુની ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટની વૈજ્ઞાનિક ગણતરીઓ મુજબ, ગુજરાતમાં આવનારા દિવસોમાં જ ત્રીજી લહેરની પિક આવી શકે છે. આંકડાઓ પ્રમાણે, ત્રીજી લહેરમાં 20થી 50 હજાર કેર પછી પીક આવશે અને પછી 15 દિવસમાં 50 ટકા સુધી કેસ ઘટી જશે.

ગુજરાતમાં 2021ના વર્ષમાં 5.86 લાખ કેસ નોંધાયા છે, જ્યારે કોરોનાને કારણે 5812 મૃત્યુ થયાં છે. 2020માં કોરોનાના 2.45 લાખ કેસ નોંધાયા હતા, જ્યારે 4306 મૃત્યુ નોંધાયા હતા. રાજ્યમાં અત્યારસુધી કુલ 8.32 લાખ કેસ નોંધાયા છે, જ્યારે 10127 મૃત્યુ થયાં છે. રાજ્યમાં બીજી લહેર સૌથી વધારે ખતરનાક સાબિત થઇ હતી. રાજ્યની કોઇપણ હોસ્પિટલમાં એ સમયે બેડ પણ મળતાં નહોતાં. ઓક્સિજનના અભાવે મોત બાબતે સરકાર સ્વીકાર કરતી નથી, પણ એ સમયની ઘટનાઓ સાબિત કરતી હતી કે ઓક્સિજનના અભાવે ઘણા લોકોએ જીવ ખોયા હતા. રાજ્યમાં મૃત્યુના આંકડાઓ બાબતે પણ સતત વિવાદ થતો રહ્યો છે.

રાજ્યમાં કોરોનાની પીક 1 મહિના સુધી ચાલી હતી, રોજ 10 હજાર કેસ હતા
ગત 18મી એપ્રિલથી 13મી મે સુધી રાજ્યમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો હતો. આ સમયગાળા દરમિયાન રાજ્યમાં દૈનિક કેસોની સંખ્યા 10 હજારથી વધારે આવતી હતી. રાજ્યમાં સૌથી વધારે દૈનિક કેસ 14605 ગત 30મી એપ્રિલે આવ્યા હતા. એ દિવસે એક જ દિવસમાં કોરોનાને કારણે 173 મૃત્યુ પણ થયાં હતાં. એક મહિનાનો એ સમય કોરોના કેસો માટે પીકનો સમય હતો.

સરેરાશ દૈનિક કેસ બીજી લહેરથી વધારે

વર્ષકુલ કેસદૈનિક સરેરાશકુલ મૃત્યુ
20202.45 લાખ6714306
20215.86 લાખ16055812
202218520264510
  • રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયામાં ટેસ્ટ પોઝિટિવિટી રેટ 4થી 5 ટકા આસપાસ છે. હાલમાં પોઝિટિવ કેસ સામે ડેથ રેટ શૂન્ય ટકાથી પણ નીચે છે.