• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Understand The Importance Of These 10 Spirits Which Have Become Synonymous With The 145th Rathyatra Of The 400 Year Old Jagannathji Temple Today.

દિવ્ય રથયાત્રા:400 વર્ષ જૂના જગન્નાથજી મંદિરની આજે 145મી રથયાત્રા, પર્વનો પર્યાય બની ગયેલી આ 10 ભાવનાનું મહત્ત્વ આ રીતે સમજો

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

રથયાત્રા અમદાવાદવાસીઓ માટે આસ્થાનું કેન્દ્ર છે. શહેરની સુખ-શાંતિ અને સમૃદ્ધિનો શ્રેય ભગવાન જગન્નાથને આપવામાં આપવામાં આવે છે. એટલે દરેક નગરજનો માટે પ્રભુની નગરચર્યા મોંઘેરો પ્રસંગ છે.

સમત્વ
રથયાત્રાના ઉત્સવમાં ઊંચ-નીચના કોઈ વાડા નથી. માન્યતા છે કે, જગન્નાથ મંદિરમાં ભૈરવી ચક્રનું શાસન છે. જ્યાં આ ચક્ર પ્રવર્તે છે ત્યાં સૌ સમાન છે. ધર્મ-જાતિના કોઈ ભેદ રહેતા નથી.

લોકપર્વ
રથયાત્રા અનેરું લોકપર્વ પણ છે. અહીં પ્રભુના દર્શનની તાલાવેલી તો છે જ સાથે વિવિધ કળાકારો, કરતબબાજોને નિહાળવાનું કુતૂહલ પણ હોય છે. બાળકોથી લઈને વડીલો સૌ કોઈ યાત્રાને માણે છે.

એકતા
પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગમાં વહેંચાયેલું અમદાવાદ રથયાત્રાના દિવસે બે મટીને એક બને છે. દરેક ધર્મના લોકો, સમુદાય વચ્ચેની એકતાનું પ્રતીક રથયાત્રા છે. દરેક ધર્મના લોકો રથયાત્રાને આવકારે છે.

અનુશાસન
રથયાત્રા શહેરીજનોની સ્વપ્રેરિત શિસ્તનું પણ ઉત્તમ ઉદાહરણ છે. રથયાત્રા દરમિયાન ભાગ્યે જ અરાજકતા સર્જાય છે. મંદિરથી મોસાળ સુધીના વિસ્તારના દરેક શહેરીજનો આયોજનમાં સહકાર આપે છે.

સુરક્ષા
રથયાત્રા એ શહેરીજનોને સુરક્ષાની અનુભૂતિ પણ કરાવે છે. રથયાત્રાના આયોજનના દિવસો પહેલાથી પોલીસ સહિતના વિવિધ દળો શહેરમાં ફ્લેગમાર્ચ કરે છે. જો કે શહેરના સૌથી મોટા રક્ષક સ્વયં જગન્નાથ છે.

વિશ્વાસ
ઈશ્વરમાં વિશ્વાસનું અનેરું પર્વ છે રથયાત્રા. નગરચર્યાએ નીકળેલા પ્રભુને નિરખીને નગરજનોની આંખમાંથી હરખના આંસુ સરી પડે છે. આંસુનું એક-એક બિંદુ પ્રભુમાં વિશ્વાસનું પ્રતીક છે.

સ્નેહ
જગન્નાથજી એટલે માત્ર શ્રીકૃષ્ણ નહીં પણ તેમની સાથે ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી પણ જોડાયેલાં છે. આ ભાઈ-બહેનના સ્નેહ અને એકતાનું પણ પર્વ છે. એટલે જ ત્રણેના રથ પણ સાથે જ નીકળે છે.

પરંપરા
રથયાત્રા આપણી સર્વસમાવેશક સંસ્કૃતિ, પરંપરાની ભવ્યતાને ઉજવવાનું પર્વ પણ છે. આ યાત્રા માત્ર નિજધામથી મોસાળ સુધીની પ્રભુની યાત્રા નહીં, પણ દરેક શ્રદ્ધાળુની સ્વથી ઈશ્વરને પામવાની પણ યાત્રા છે.

અન્ય સમાચારો પણ છે...