તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બજેટ 2021ની અસર:સ્ક્રેપ પોલિસી હેઠળ અમદાવાદ શહેરનાં 19 લાખ વાહનો ભંગાર થશે

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
 • 20 વર્ષ જૂનાં 14.50 લાખ ખાનગી વાહનો
 • નવી સ્ક્રેપ પોલિસીથી વાહનોનું વેચાણ વધશે, નવી નોકરીઓ ઊભી થશે : વાહન ડીલર્સ એસો. પ્રમુખ

બજેટમાં 20 વર્ષ જૂનાં ખાનગી અને 15 વર્ષ જૂનાં કોમર્શિયલ વાહનો માટે સ્ક્રેપ પોલિસી જાહેર કરી છે, જે અંતર્ગત અમદાવાદ શહેર-જિલ્લામાં અંદાજે જૂના કોમર્શિયલ 4.50 લાખ, ખાનગી 14.50 લાખ મળી 19 લાખ વાહન સ્ક્રેપમાં જશે.

અમદાવાદ વાહન ડીલર્સ એસોસિએશનના પ્રમુખ પ્રણવ પટેલે કહ્યું કે, 15 અને 20 વર્ષ જૂનાં વાહનોની સ્ક્રેપ પોલિસીથી સામાન્ય જનતા ઉપરાંત વાહન ડીલરોને પણ ફાયદો થશે. જૂનાં વાહનો વેચી નવા વાહન ખરીદવા માગતા લોકોને સરકારે 30 ટકા સુધીની રાહત આપવાનું આયોજન છે. વિકસિત દેશોમાં આ પોલિસી કાર્યરત છે. વાહનોનાં વેચાણમાં પણ વૃદ્ધિ થશે. નવી નોકરીઓ માટે જગ્યા ઊભી થશે. જ્યારે વાહનવ્યવહાર એસોસિએશનના એક સિનિયર અધિકારીએ કહ્યું કે, સરકાર દ્વારા 1-4-1987થી વાહન પર લાઇફ ટાઇમ ટેક્સ લેવાય છે. હવે નવી સ્ક્રેપ પોલિસી હેઠળ પ્રતિવર્ષ 15 હજાર રૂપિયા ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા ખર્ચ કરવો પડશે. જ્યારે કોમર્શિયલ વાહનોને દર છ મહિને ફિટનેસ સર્ટિફિકેટ મેળવવા વધુ નાણાં ખર્ચ કરવા પડે તેવી સ્થિતિ સર્જાશે.

આવી સ્થિતિમાં સંબંધિત વાહનમાલિકો 15 અને 20 વર્ષ જૂનાં વાહનો વેચવા મજબૂર થઈ જશે. સ્ક્રેપ પોલિસીથી સરકારને ફાયદો છે. જ્યારે સામાન્ય અને ગરીબ લોકોનો ખર્ચ વધશે. કોવિડ-19ની સ્થિતિને ધ્યાનમાં રાખી રાજ્ય સરકાર ફેરફાર કરી હાલ રાહત આપે તેવી શક્યતા પણ સેવાઈ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો