બાપુનગરમાં 35 વર્ષીય મહિલા પાસે ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદવા પેટે ઓનલાઇન 79,500 મેળવી ઇલેક્ટ્રિક વ્હિકલ નહીં આપનાર ગઠિયા સામે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. બાપુનગર સરકારી ઇ કોલોનીમાં રહેતાં લોનિકાબેન શાહ(35) ગાંધીનગરમાં નોકરી કરે છે. તેમને ઇલેક્ટ્રિક વ્હિકલ ખરીદવાનું હોવાથી તેમણે ઓનલાઇન ઓલા ઇલેક્ટ્રિક નામની એપ્લિકેશનમાં ઇન્કવાયરી નાખી, ફોન નંબર મેળવી ફોન કરતા સામેથી જવાબ મળેલો કે તમને કંપનીનો માણસ ફોન કરશે. 3 માર્ચે લોનિકાબેનને કંપનીમાંથી ફોન આવ્યો હતો, જેમાં આધાર કાર્ડ અને ફોટા મગાવી ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી પ્રા.લી.નો બુકિંગ લેટર આપ્યો હતો.
લોનિકાબેનને બેંક એકાઉન્ટ નંબર આપીને ગાડી બુક કરવા માટે રૂ. 20 હજાર કેનેરા બેંકના ખાતામાં મોકલી આપવા માટે જણાવ્યું હતું. તેમણે તુરંત રૂ. 20 હજાર મોકલી આપ્યા હતા. સાંજે સાડા સાત વાગે તેમણે ફોન કરીને તેમણે આવેલા ફોન નંબર પર અને બુકિંગ લેટરમાં આપેલા બેંક એકાઉન્ટ નંબર તેમની કંપનીનો છે કે કેમ તે અંગે કન્ફર્મ કરવા ફોન કરતા તેમને આ નંબર સાચો હોવાનું કહેવાયંુ હતું.રાત્રે નવ વાગે તેમને ઈમેઈલ દ્વારા પૈસા ભર્યાનુ કન્ફર્મેશન મોકલી આપ્યંુ હતું.
5 એપ્રિલે સવારે અજાણ્યા નંબર પરથી લોનિકા બેન પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે, તમારી ગાડીની સાત તારીખે ડિલિવરી મળી જશે તમને વોટસઅપ પર અમારી કંપનીનો એસબીઆઈ બેંકનો બીજો નંબર આપ્યો છે જેના પર બાકી પૈસા ભરી દો. જેથી લોનિકાબેને પૈસા ભર્યા હતા. જે પછી તેમણે તે નંબર પર ફોન કર્યો તો તે બંધ આવતો હતો, જેથી કંપનીમાં ફોન કરી પૂછપરછ કરતા તેમનો આવો કોઈ મોબાઈલ નંબર કે બેંક એકાઉન્ટ ન હોવાનંુ જણાવ્યું હતું. છેતરપિંડીની જાણ થતા લોનિકાબેને આ અંગે બાપુનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.