તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

AMCની ડ્રાફ્ટ પાર્કિંગ પોલિસી:નવી કાર ખરીદવી હશે તો પહેલા પાર્કિંગનો પુરાવો આપવો પડશે, બીજી કે ત્રીજી કાર માટે વધુ ટેક્સ ચૂકવવો પડશે

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
 • મ્યુનિ. કમિશનરે વિવિધ જોગવાઈઓ અંગે લોકો પાસેથી અભિપ્રાય મગાવ્યા
 • શહેરમાં પરિવહન નિગમે પહેલેથી જ ઓટોરિક્ષાઓ માટે 3,955 પાર્કિંગ સ્થળો નક્કી કરી લીધાં છે
 • રેસિડન્શિયલ, કોમર્શિયલ વિસ્તારો માટે લોકોએ માસિકથી માંડી વાર્ષિક પાર્કિંગ પરમિટ ખરીદવાની રહેશે
 • શહેરમાં સાર્વજનિક પરિવહન માટે પણ દિશાનિર્દેશો નક્કી કરવામાં આવ્યા છે
 • પાર્કિંગ ચાર્જ ડિમાન્ડ મુજબ નક્કી થશે, ઝોન મુજબ અલગ-અલગ દર રાખવાની દરખાસ્ત
 • ખાનગી બિલ્ડિંગ મ્યુનિ. સાથે સમજૂતી કરી તેમની વધારાની પાર્કિંગ સ્પેસ ભાડે પણ આપી શકશે
 • ટેક્સી અથવા રીક્ષા રોડ પર પાર્ક નહીં થવા દેવાય, નિયત કરેલા સ્થળ પર જ પાર્કિંગ કરવાનું રહેશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાર્કિંગ માટેની ડ્રાફ્ટ પોલિસી તૈયાર થયાના લાંબા સમય પછી એવી નીતિ તૈયાર કરવા જઈ રહ્યું છે તે મુજબ જે લોકો પાર્કિંગ હોવાના પુરાવા આપશે તે લોકો જ નવું વાહન ખરીદી શકશે. મ્યુનિ. કમિશનરે નવી પાર્કિંગ પોલિસીનો મુસદ્દો જાહેર કરી લોકો પાસેથી અભિપ્રાય મગાવ્યા છે. ડ્રાફ્ટ પોલિસીમાં પાર્કિંગ પરમિટ સ્કીમ સૂચવવામાં આવી છે. આ સ્કીમ હેઠળ લોકોએ રેસિડેન્સિયલ અને કોમર્શિયલ એમ બંને પ્રકારના પાર્કિંગ માટે માસિકથી વાર્ષિક પાસ ખરીદવાના રહેશે.આ માટેના ચાર્જ વાહનના પ્રકાર મુજબ રહેશે. એકથી વધુ કારની માલિકીને હળવી કરવા બીજી અને ત્રીજી કાર ખરીદાય તો વધુ ટેક્સ આપવો પડશે.

ઓફિસ અવરમાં પાર્કિંગની જગ્યાની માગ વધુ રહે છે ( ફાઈલ ફોટો)
ઓફિસ અવરમાં પાર્કિંગની જગ્યાની માગ વધુ રહે છે ( ફાઈલ ફોટો)

પાર્કિંગ પોલીસીના અમલ માટે જુદો સેલ બનાવશે
પાર્કિંગ માટેની જગ્યાના પુરાવા હોય તો જ નાગરિક વાહન ખરીદી શકે તેવી તેવી કેન્દ્ર સરકારે 2017માં જાહેર કરેલી નીતિને મ્યુનિ. તંત્ર અપનાવે તેવી શક્યતા છે. શહેરમાં નવી પાર્કિંગ પોલિસી માટે ચોક્કસ ભલામણો માટે સરવે કરાવવામાં આવ્યો છે. જેમાં પાર્કિંગ પોલિસીના અમલીકરણ માટે એક જુદો જ સેલ બનાવવામાં આવે જેમાં ટીડીઓ અને પોલીસ અધિકારીઓનો સ્ટાફ હોય. પાર્કિંગ મુદ્દે કેટલાક નવા કાયદા બનાવવામાં આવે. દરેક વિસ્તારમાં પાર્કિંગ માટેનો પ્લાન વિચારવો જોઇએ. કેટલાક એકમો માટે પાર્કિંગ પરમિટની નીતિ હોવી જોઇએ જેમાં પાર્કિંગ પ્લોટમાં મહિને, કે વાર્ષિક ધોરણે ચોક્કસ સંસ્તાઓ માટે પાર્કિંગની જગ્યા આપવામાં આવવી જોઇએ. પ્લોટમાં તેમના માટે 40 ટકા જેટલી જગ્યા ખાલી રાખવી જોઇએ.

ફાઇલ તસવીર
ફાઇલ તસવીર

પીક અવર્સ અને તે સિવાયના સમય માટે અલગ ચાર્જ

 • પાર્કિંગ ઝોન તરીકે ઉપયોગમાં આવી શકે તેવી રેસિડેન્સિયલ સ્ટ્રીટ અલગ તારવવી.
 • ખાનગી બિલ્ડિંગ મ્યુનિ. સાથે હાથ મિલાવી તેની પાર્કિંગ સ્પેસ ફાળવી શકશે.
 • કોમર્શિયલ અને રેસિડેન્સિયલ વિસ્તારોમાં રાત્રી દરમિયાન ઓફ સ્ટ્રીટ પાર્કિંગના ચાર્જ લેવાશે.
 • કોમર્શિયલ સંસ્થાના મ્યુનિ.ના પાર્કિંગ ઝોનમાં પાર્કિંગ સ્લોટ ખરીદી શકશે.
 • પાર્કિંગનો બેઝ દર વાહનના પ્રકારને આધારે નક્કી કરવામાં આવશે.
 • ઝોન મુજબ પાર્કિંગ ચાર્જ અલગ રહેશે, તેમજ પાર્કિંગની ડિમાન્ડ મુજબ દર નક્કી કરાશે.
 • ઊંચા ટર્નઓવર માટે ટૂંકા સમયના પાર્કિંગને પ્રોત્સાહન આપવાની દરખાસ્ત છે.
 • શનિ-રવિ અને એ સિવાયના દિવસો તેમજ પીકઅવર્સ અને તે સિવાયના સમય માટે ચાર્જ અલગ રહેશે.
 • રાત્રિના પાર્કિંગ ચાર્જમાં ડિસ્કાઉન્ટ આપવાની ડ્રાફ્ટ પોલિસીમાં દરખાસ્ત કરવામાં આવી છે.

2017માં નવા નિયમોની જાહેરાત કરી હતી
2017માં કેન્દ્ર અને રાજય સરકારે નવા નિયમોને લાગુ કરવાની જાહેરાત કરી હતી, જે અનુસંધાને નવા વાહનમાલિકોને આ પ્રમાણ આપવું અનિવાર્ય કર્યું છે કે તેમની પાસે પાર્કિંગની જગ્યા ઉપલબ્ધ છે. AMC હવેથી પાર્કિંગની જગ્યાનું પ્રમાણ માગવા માટે નિયમો, વિનિયમો અને દિશાનિર્દેશો નક્કી કરશે. આ નવી નીતિમાં કહેવામાં આવ્યું છે કે અમદાવાદમાં પાર્કિગની જગ્યા ખૂબ જ ઓછી છે અને પાર્કિગની સુવિધાની અસમાન વિતરણને કારણે ઉપલબ્ધ જગ્યાનો યોગ્ય ઉપયોગ કરવાનો રહેશે. સીજી રોડ, આશ્રમ રોડ, પાલડી અને અન્ય વિસ્તારોમાં કે જયાં ઓફિસ અવરમાં પાર્કિંગની જગ્યાની માગ વધુ રહે છે. જયારે આ વિસ્તારોમાં સપ્તાહના અંતે પાર્કિંગની જગ્યાની માગ ઓછી હોય છે.

ઓટોરિક્ષાઓ માટે 3,955 પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે ( ફાઈલ ફોટો)
ઓટોરિક્ષાઓ માટે 3,955 પાર્કિંગ સ્થળો નક્કી કરવામાં આવ્યાં છે ( ફાઈલ ફોટો)

રિક્ષાઓ માટે પાર્કિંગ સ્થળો નક્કી કરાયાં
નવી નીતિ અનુસાર ઓફિસ, મોટાં કાર્યાલય, શાળા, બેંકો, વ્યાવસાયિક પાર્ક, મોલ અને ઉદ્યાનોમાં પાર્કિંગની માગ સતત રહેતી હોય છે, જેને નિવારણ માટે પણ નવી નીતિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તદુપરાંત નવાં મકાનો અને એકબીજાની નજીકનાં સ્થળોએ પાર્કિંગ સ્થાનની વહેંચણી કરવી જરૂરી છે. આ સંબંધિત સમસ્યાને AMCના અધિકારીઓ દ્વારા પ્રમાણપત્ર પણ આપવામાં આપશે. શહેરમાં સાર્વજનિક પરિવહન માટે પણ દિશાનિર્દેશો નક્કી કરવામાં આવ્યા છે, જેમાં ટેક્સીચાલકો, ઓટોરિક્ષાચાલકો અને ટ્રકચાલકો માટે મફત ઓન-સ્ટ્રીટ સ્પોટ નામાંકિત કરાશે, જેમાં અન્ય વાહનોને પ્રવેશ અપાશે નહીં. તો શહેરમાં પરિવહન નિગમે પહેલેથી જ ઓટોરિક્ષાઓ માટે 3,955 પાર્કિંગ સ્થળો નક્કી કરી લીધાં છે.

શહેરમાં 74 પાર્કિંગ સાઇટ ઉપલબ્ધ છે
શહેરમાં 74 જગ્યાએ પાર્કિંગ સાઇટ ઉપલબ્ધ છે. જેમાં 40 જગ્યાએ ઓફ સ્ટ્રીટ પાર્કિંગ, 4 જગ્યાએ મલ્ટિલેવલ પાર્કિંગ, 9 જગ્યાએ ઓન સ્ટ્રીટ પાર્કિંગ જ્યારે 21 જગ્યાએ ફ્લાય ઓવર નીચે પાર્કિંગની જગ્યા છે. જ્યારે બીજા 4 પાર્કિંગ પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યા છે.

વિવિધ જંક્શન પર પ્રતિ કલાક ટ્રાફિક

જંક્શન

પ્રતિકલાક કુલ વાહન પસાર થાય (%માં)

વાડજ92.15
ડિલાઇટ94.75
ટાઉન હોલ93.89

મહાલક્ષ્મી ચાર રસ્તા

95.8
કર્ણાવતી ક્લબ93.95
ઇસ્કોન96.6
એક્સપ્રેસ વે90.79
વિક્ટોરિયા95.44

આસ્ટોડિયા દરવાજા

95.87
કાલુપુર સર્કલ94.36
ઉસ્માનપુરા95.42
નેહરૂબ્રિજ95
સ્ટેડિયમ96.95
પરિમલ96.62
પંચવટી96.49

નવી પાર્કિંગ પોલિસીના મુખ્ય મુદ્દાઓ

 • ખાનગી મોટી ઇમારતો પોતાની જગ્યાને પાર્કિંગ માટે વહેંચી શકશે.
 • હવેથી રોડ પર રાત્રિના સમયે પાર્કિંગ ચાર્જ આપવો પડશે.
 • રહેઠાણ વિસ્તારોના રસ્તાઓ પર પાર્કિંગ ઝોન નક્કી કરાશે.
 • વાણિજ્ય સંસ્થાઓમાં પાર્કિંગ માટે 40 ટકા કર્મચારીઓ માટે અને 60 ટકા સામાન્ય જનતા માટે રહેશે.
 • ટેક્સી અને ઓટોચાલકોને રોડ પર પાર્કિંગ કરવાની અનુમતિ ન મળે.
 • મેટ્રો રેલવે સ્ટેશનમાં જાહેર પરિવહનની જગ્યા પર પાર્કિંગ ફીની સુવિધા રહેશે.
 • ભારે વાહનોના આવાગમનની જરૂરિયાતવાળા વેપારીઓને શહેરથી દૂર પાર્કિંગ આપવા માટે પ્રોત્સાહિત કરાશે.

અમદાવાદમાં વાહનોની સંખ્યા

વર્ષટૂ-વ્હીલરકારથ્રી-વ્હીલર
200107 લાખ1.2 લાખ0.4 લાખ
201115.1 લાખ2.6 લાખ1.1 લાખ
201817.2 લાખ6.4 લાખ1.6 લાખ

શહેરમાં સૌથી વધુ 26 ટકા ટુ-વ્હીલરનું પરિવહન છે
2012માં હાથ ધરવામાં આવેલા એક સરવે પ્રમાણે શહેરના વિવિધ વિસ્તારોમાં બીઆરટીએસ અને એએમટીએસની બસોનું પરિવહન 11.5 ટકા જેટલું છે. જેની સામે ટુવ્હીલરનું પરિવહન 25.95 ટકા જેટલું ઉંચું છે. કારનું તો માંડ 3.94 ટકા જેટલુ પરિવહન હતું. તેમાં પણ કામના સ્થળે પહોંચવા માટે કે વ્યવસાયિક પ્રવૃત્તિ માટે વાહનોનો ઉપયોગ 47.16 ટકા જેટલો, શિક્ષણ માટે 32.82 ટકા તથા સામાજીક-ખરીદી સહિતની પ્રવૃત્તિ માટે 6.68 ટકા વાહનોનું પરિવહન થતું હતું. ભવિષ્યમાં પણ ટુ-વ્હીલરનું દબાણ વધુ રહેવાની શક્યતા છે.

પાર્કિંગ માટે ખાનગી પ્લોટ આપનારને પ્રોત્સાહન મળશે
​​​​​​​શહેરમાં પાર્કિંગ યોજનામાં ખાસ કરીને ખાનગી પ્લોટનો માલિક જો પોતાના પ્લોટનો પાર્કિંગ માટે ઉપયોગ કરવા સહમત થાય તો તેના માટે પણ વિશેષ યોજના હોવી જોઇએ. તંત્રએ અન્ય દેશોની પાર્કિંગ પોલિસીનો અભ્યાસ કરવો જોઇએ. ટ્રાફિ પાર્કિંગ સર્વેયરની પણ સેવા લેવામાં આવવી જોઇએ. જુદી-જુદaી પાર્કિંગની માગ ક્યાં છે તે બાબતે પણ યોગ્ય સર્વે કરવામાં આવવો જોઇએ. પાર્કિંગના ડેટા બાબતે પણ સર્વે કરવામાં આવવો જોઇએ. શહેરના વિવિધ ઝોનમાં પાર્કિંગની સ્થિતિ બાબતે સમીક્ષા કરવી.

શહેરમાં કારનું પ્રમાણ પ્રતિવર્ષ 9%ના દરે વધી રહ્યું છે
શહેરમાં પ્રતિવર્ષ વાહનોનું વેચાણ વધી રહ્યું છે. શહેરમાં 1961માં 43000 વાહનો હતાં ત્યાં 2018-19માં પ્રતિવર્ષ 2.5 લાખ વાહનો વધી રહ્યા છે. જ્યારે હવે તે 35 લાખ જેટલા વાહનોના 6 ટકા લેખે પ્રતિવર્ષ વધારો થઇ રહ્યો છે. તેમાં કાર કારની સંખ્યામાં પણ 9 ટકાના દરે વધારો નોંધાઇ રહ્યો છે.

પાર્કિંગનો પ્રશ્ન હલ કરવા આ પ્લાનિંગ થઈ શકે

 • પબ્લિક ટ્રાન્સપોર્ટની આસપાસ FSI વધારે આપવી જોઇએ.
 • પબ્લિક ટ્રાન્સપોર્ટના સ્ટેન્ડ પાસે પાર્કિંગ, રાઇડ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવવું જોઇએ.
 • રસ્તા પર પાર્કિંગના દબાણ દૂર થવા જોઇએ.
 • પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરનાર કર્મચારીઓ, વિદ્યાર્થીઓ માટા વિશેષ લાભની યોજના હોવી જોઇએ.

BRTS-AMTS સ્ટેન્ડ પાસે પાર્કિંગ હોવું જોઈએ

 • હાલ સ્ટ્રીટમાં બહાર કે અંદર પાર્કિંગ નથી. જેથી ગમે ત્યાં પાર્કિંગ થાય છે. કોમર્શિયલ અને રહેણાંકના કેટલાક કોમ્પલેક્સમાં પાર્કિંગની યોગ્ય જગ્યા જ નથી.
 • જાહેર પરિવહન (BRTS-AMTS) સ્ટેન્ડ પાસે પાર્કિંગની સુવિધા હોવી જોઇએ જે નથી.
 • રીક્ષાઓ પણ જાહેર રસ્તા પર, સર્વિસરોડ પર કે ફૂટપાથ પર પાર્ક થાય છે.
 • પાર્કિંગની માંગને પહોંચીવળે તેવી હાલની પાર્કિંગ જગ્યા પણ ઉપલબ્ધ નથી.
 • ભારે ટ્રાફિકવાળી જગ્યામાં બસોનું પીકઅપ સ્ટેન્ડ
 • સ્ટેટ બસ સ્ટેન્ડ દ્વારા પણ ટ્રાફિકની સમસ્યા ઉભી થઇ રહી છે.

ખાનગી વાહનો ઘટાડવાની દિશામાં નિર્ણય લેવાની જરૂર
​​​​​​​
સરવે પ્રમાણે જે દરે વાહનોની સંખ્યા વધી રહી છે તેને ધ્યાને લેતાં જો તેને અટકાવવામાં નહી આવે તો આગામી વર્ષોમાં જ પાર્કિંગની ભારે સમસ્યા ઉભી થશે. જેને કારણે વાહનો રસ્તાની બાજુમાં, ફુટપાથ પર કે તેવી જગ્યાઓ પર અડચણ પડે તેમ પાર્ક થશે. આપણે ગમે તેટલી પાર્કિંગ જગ્યા ઉભી કરીશું તો પણ હાલનો જે વૃદ્ધિદર છે તેને ધ્યાને લેતા ખાનગી વાહનોની સંખ્યા ઘટાડવાની દિશામાં યોગ્ય નિર્ણય લેવામાં આવવો જોઇએ.

અન્ય સમાચારો પણ છે...