તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મહામારીથી રાહત:શહેરમાં કોરોના કાબૂમાં, સિવિલની 1200 બેડની હોસ્પિટલમાં હવે કોવિડ સિવાયના અન્ય દર્દીઓ પણ દાખલ થશે

અમદાવાદ18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ફક્ત 4% બેડ રાખી અન્ય બેડનો ઉપયોગ અન્ય રોગોના દર્દીઓને સમાવવા માટે થઈ શકે છે
 • રવિવાર સાંજ સુધીમાં અમદાવાદમાં 95 કોરોના પોઝિટિવ દર્દીઓ સહિત કુલ 350 દર્દીઓ દાખલ
 • રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 65 હજાર 244ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા

શહેરમાં કોરોનાની સ્થિતિ ધીરે-ધીરે કાબૂમાં આવી રહી છે. દૈનિક કેસમાં સતત ઘટાડો તેમજ ડિસ્ચાર્જ થતા દર્દીનોની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે અમદાવાદ સિવિલ તેમજ અન્ય ખાનગી હોસ્પિટલોમાં કોવિડ બેડ ખાલી થઈ રહ્યા છે. સિવિલમાં કોવિડ વોર્ડમાં બેડ ખાલી થતા હવે ટૂંક સમયમાં જ અન્ય રોગોથી પીડિત દર્દીઓ જેમા ખાસ કરીને મહિલાઓ તેમજ બાળકો માટે વાપરવામાં આવશે. રવિવાર સાંજ સુધીમાં અમદાવાદમાં 95 કોરોના પોઝિટિવ દર્દીઓ સહિત કુલ 350 દર્દીઓ દાખલ છે.

દર્દીઓને સર્જિકલ, નોન-સર્જિકલ પ્રક્રિયાઓ માટે દાખલ કરાશે
જાન્યુઆરીના અંતમાં ખાનગી હોસ્પિટલોમાં બિન જરૂરી બેડની સંખ્યા 2,645 હતી. આ સંખ્યા હવે 2,330 છે. અમદાવાદના હોસ્પિટલ અને નર્સિંગ હોમ્સ એસોસિએશનના વરિષ્ઠ સભ્યના જણાવ્યા અનુસાર, કોવિડ દર્દીઓ માટે ફક્ત 4% બેડ રાખી અન્ય બેડનો ઉપયોગ અન્ય રોગોના દર્દીઓને સમાવવા માટે થઈ શકે છે. કોવિડ-19 સારવાર કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું હતું કે, 1200 બેડની સિવિલ કોવિડ હોસ્પિટલમાં ટૂંક સમયમાં મહિલાઓ અને બાળકોના દર્દીઓને સર્જિકલ અને નોન-સર્જિકલ પ્રક્રિયાઓ માટે દાખલ કરાશે.

કોવિડ વોર્ડને નોન-કોવિડમાં પાછા ફેરવવાથી અન્ય દર્દીઓને ચોક્કસપણે મદદરૂપ થશે
કોવિડ વોર્ડને નોન-કોવિડમાં પાછા ફેરવવાથી અન્ય દર્દીઓને ચોક્કસપણે મદદરૂપ થશે

કોવિડ બિલ્ડિંગનો એક ભાગ અન્ય દર્દીઓ માટે વપરાશે
કોવિડ-19 વોર્ડ તો કાર્યરત જ રહેશે, પરંતુ બિલ્ડિંગનો એક ભાગ હવે અન્ય દર્દીઓ માટે ઉપયોગમાં લેવામાં આવશે. તેઓએ વધુમાં જણાવ્યું કે, દિવાળી પછીના સમયગાળા જેવા ઉછાળા છેલ્લા કેટલાક મહિનામાં જોવા મળતા નથી. પરંતુ આપણે ક્યારે જાણતા નથી કે આપણને ક્યારે રેમ્પ-અપ સુવિધાની જરૂર પડશે. જ્યારે વોર્ડને નોન-કોવિડમાં પાછા ફેરવવાથી અન્ય દર્દીઓને ચોક્કસપણે મદદરૂપ થશે, હોસ્પિટલો અને વહીવટીતંત્ર કોઈપણ આકસ્મિકતા માટે તૈયાર હોવા જોઈએ.

AMC દ્વારા થતા મફત કોરોના ટેસ્ટ કેન્દ્ર પર પણ લોકોની સંખ્યા ઘટી
AMC દ્વારા થતા મફત કોરોના ટેસ્ટ કેન્દ્ર પર પણ લોકોની સંખ્યા ઘટી

રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.69 ટકા
ગઈકાલે રાજ્યના 11 જિલ્લામાં શૂન્ય કેસ છે. હવે રાજ્યમાં એક્ટિવ કેસ પણ નોંધપાત્ર રીતે ઘટી ગયા છે અને હાલમાં 1800થી ઓછા કેસ એક્ટિવ છે. રાજ્યમાં 24 કલાકમાં 247 કેસ નોંધાયા છે અને 270 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યા છે. જ્યારે એક કોરોના સંક્રમિત દર્દીનું મોત થતાં મૃત્યુઆંક 4,401એ પહોંચ્યો છે. તેમજ સતત 70માં દિવસે નવા કેસ કરતા સાજા થનારા દર્દીઓની સંખ્યા વધુ નોંધાઈ છે. આ સાથે જ રાજ્યનો કુલ રિક્વરી રેટ 97.69 ટકા થયો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2 લાખ 65 હજાર 244ના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે, જ્યારે મૃત્યુઆંક 4,401એ પહોંચ્યો છે. તેમજ અત્યાર સુધીમાં 2 લાખ 59 હજાર 104 દર્દી ડિસ્ચાર્જ થયા છે. એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં હાલ 1,739 એક્ટિવ કેસ છે, જેમાંથી 26 વેન્ટિલેટર પર જ્યારે 1713 દર્દીની હાલત સ્થિર છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો