ક્રાઈમ:'તારું માથું ના વાઢું તો યાદ રાખ જે', અમદાવાદમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને કાકા સસરાએ ધમકી આપી

અમદાવાદએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

શહેરના વટવા જી. આઇ. ડી. સી. વિસ્તારમાં પ્રેમ લગ્ન કરનાર યુવકને તેના જ કાકા સસરાએ માથું વાઢી નાખવાની ધમકી આપતા પોલીસ ફરિયાદ દાખલ થઈ છે. વટવા જી આઇ ડી સી વિસ્તારમાં રહેતા અને સરકારી નોકરી માટે તૈયારી કરતા એક યુવકએ ફરિયાદ નોંધાવી છે કે, તેણે માર્ચ 2019માં પ્રેમ લગ્ન કર્યા બાદ પોલીસ સ્ટેશન હાજર થયા હતા.

જોકે યુવતીના પરિવારજનો ના ડરના કારણે તેઓ અલગ અલગ જગ્યા એ રહેતા હતા. 11 જુલાઈએ યુવતીના કાકાએ યુવકને ઈન્સ્ટાગ્રામ પર બીભત્સ ગાળો લખીને મોકલી હતી. બાદમાં સપ્ટેમ્બરમાં પણ ફેસબુક પર મેસેન્જરથી યુવકને "તારું માથું ના વાઢું તો યાદ રાખ" એવું લખીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. જોકે યુવક-યુવતી 2 દિવસ પહેલા વટવા જી.આઇ.ડી.સી તેમના ઘરે રહેવા માટે આવતા તેમણે પોલીસ ફરિયાદ નોંધાવી છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...