અકસ્માત:રામદેવનગર નજીક વૃદ્ધાને અડફેટે લેનારા કાકા અને ભત્રીજાની 2 યુવકે ધોલાઈ કરી

અમદાવાદ2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સેટેલાઈટ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

સેટેલાઈટ-રામદેવનગરમાં રોડ ક્રોસ રહી રહેલાં વૃધ્ધાને બાઈકસવાર કાકા-ભત્રીજાએ અડફેટે લેતાં વૃધ્ધા ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટનાને પગલે રાહદારીઓ ભેગા થઇ ગયા હતા. જેમાંથી એક મૂક-બધિર સહિત 2 યુવકોએ કાકા-ભત્રીજાને ઠપકો આપી મારામારી કરી બાઈકમાં તોડફોડ કરી હતી. આ અંગે સેટેલાઈટ પોલીસે બંને હુમલાખોર યુવકો વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

મેઘાણીનગર ઘનશ્યામ સોસાયટીમાં રહેતા પર્વત ભોલારામ બગીલ(24)અને તેના કાકા તીરસિંગ કલરકામ કરે છે. 12 ઓકટોબરે બંને બોપલમાં કલર કામ કરી રાતે 8.30 વાગ્યે બાઈક પર ઘરે જઈ રહ્યા હતા. રામદેવનગર પાસી પર્વતના બાઈકનું બેલેન્સ નહીં રહેતા બાઈક 65 વર્ષના વૃધ્ધાને અથડાતાં તેમને હાથે-પગે ઈજાઓ થઇ હતી. આ અકસ્માતના કારણે બૂમાબૂમ થતા રાહદારીઓ ભેગા થઇ ગયા હતા. જેમાં એક મૂક-બધિર યુવકે અને બીજા યુવકે ત્યાં આવીને પર્વત અને તીરસિંગને ગાળો બોલીને, મારામારી કરી હતી. એટલું જ નહીં પર્વતના બાઈકને લાતો મારીને આગળનો ભાગ તોડી નાખ્યો હતો.

108ને ફોન કરતા એમ્બ્યુલન્સ આવી પરવત અને તીરસિંગની પ્રાથમિક સારવાર કરવામાં આવી હતી. ઈજાગ્રસ્ત વૃધ્ધાને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા. આ અંગે સેટેલાઈટ પોલીસ સ્ટેશનમાં બંને યુવક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...