આત્મહત્યા:અમદાવાદમાં દેવું ભરપાઈ ન કરી શકતા બેંક કર્મચારીએ હોટેલના રૂમમાં આત્મહત્યા કરી

અમદાવાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસવીર - Divya Bhaskar
ફાઈલ તસવીર
  • વડોદરા જવાનું કહી ઘરેથી નીકળ્યા હતા
  • જજીસ​​​​​​​ બંગલા રોડ પરની હોટેલ પ્રાઇડ પ્લાઝાના રૂમમાં ગળા ફાંસો ખાઈ લીધો

વસ્ત્રાપુરમાં રહેતા અને બેંકમાં નોકરી કરતા કર્મચારીને દેવું હદપાર થઇ જતા જજીસ બંગલા રોડ પરની હોટેલ પ્રાઈડ પ્લાઝાના રૂમમાં ગળા ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. તેમણે આત્મહત્યા કરતા પહેલા ડાયરીના 2 પાનામાં લખેલી ચિઠ્ઠીના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

વસ્ત્રાપુરમાં લાડ સોસાયટી રોડ પર આવેલા દેવસૃષ્ટિ-2માં રહેતા પ્રણવભાઈ પંડ્યા(ઉં.50)એ જજીસ બંગલા રોડ પરની હોટેલ પ્રાઈડ પ્લાઝાના પાંચમા માળે આવેલા રૂમમાં પંખાના હૂક સાથે દોરડુ બાંધી ગળા ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

ગત 10 નવેમ્બરે એક દિવસ માટે વડોદરા જવાનું કહીને ઘરેથી નીકળ્યા હતા અને હોટેલમાં રોકાયા હતા. જોકે હોટેલના રિસેપ્શન પર પણ તેમણે વડોદરાનું સરનામું લખાવ્યું હતું. જ્યારે 11 નવેમ્બરે 1 વાગ્યે તેમને રૂમ ચેક આઉટ કરવાનો હતો, પરંતુ 1.20 સુધી તેઓ નહીં આવતા રિસેપ્શન પરથી તેમના રૂમમાં ફોન કરાયા હતા, પરંતુ તેમણે ફોન નહીં ઉપાડતા હોટેલના સ્ટાફે માસ્ટર કીથી દરવાજો ખોલીને જોયું તો પ્રણવભાઈએ પંખાના હૂક સાથે દોરડું બાંધી ગળા ફાંસો ખાઈ લીધો હતો અને પરિવારને જાણ કરી હતી. રૂમમાંથી મળેલી ડાયરીનાં 2 પાનાંમાં પ્રણવભાઈએ સુસાઇડ નોટ લખી હતી કે, ‘દેવું થઈ જતા આર્થિક સંકળામણથી કંટાળી હું આ પગલું ભરી રહ્યા છે. મારા પેન્ડિંગ બિલ અને દેવા અંગે પરિવારને હેરાન ન કરવો.’ આથી તેમણે દેવું વધી જતા આત્મહત્યા કરી હોવાની માહિતીને આધારે વસ્ત્રાપુર પોલીસે તપાસ શરૂ કરી છે.

સુસાઇડ નોટમાં લખ્યું, અરેસ્ટ ગૌરાંગ મહેતા
ડાયરીના એક પાનામાં પ્રણવભાઈએ લખ્યું હતંુ કે, અરેસ્ટ ગૌરાંગ મહેતા, જેથી પ્રણવભાઈએ જે ગૌરાંગ મહેતાનું નામ લખ્યું છે તે કોણ છે અને પ્રણવભાઈની આત્મહત્યા પાછળ ગૌરાંગ મહેતાની શું ભૂમિકા છે તે દિશામાં પણ પોલીસે તપાસ શરૂ કરી હતી.

પુત્રીની સગાઈનો પ્રસંગ રોકતા નહિ, પૂરો કરજો
પ્રણવભાઈની 2 દીકરીમાંથી એક દીકરી ઓસ્ટ્રેલિયા છે. જ્યારે બીજી દીકરીની થોડા સમય પછી સગાઈ થવાથી છે, જેથી તેમણે ચિઠ્ઠીમાં એ વાત લખી હતી કે, મારા જવાથી દીકરીની સગાઈનો પ્રસંગ અટકાવતા નહીં, તે પૂરો કરજો.

અન્ય સમાચારો પણ છે...