તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:ગામડાંમાં નાનાં ઘરમાં આઈસોલેટ ન થઈ શકતાં આગેવાનોએ ખેતરમાં વ્યવસ્થા કરી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
આઈસોલેશન વોર્ડની અધિકારીઓએ મુલાકાત લીધી હતી. - Divya Bhaskar
આઈસોલેશન વોર્ડની અધિકારીઓએ મુલાકાત લીધી હતી.
  • ‘મારું ગામ કોરોનામુક્ત’ હેઠળ સરકારે આઇસોલેશન વોર્ડ ઊભા કરવાની સૂચના આપતાં ત્વરિત આયોજન કરાયું
  • વહીવટી તંત્રને જાણ થતાં અમદાવાદ જિલ્લાનાં 462 ગામમાં 5થી 10 બેડના વોર્ડ ઊભા કર્યા

ખેતરમાં આઇસોલેશન થતાં જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર જગ્યુ અને 462 ગામોમાં 5થી 10 બેડના વોર્ડ ઉભા કરી તેમાં કોરોનાના દર્દીને તદ્દન મફત સારવાર આપી રહ્યા છે. મારૂ ગામ કોરોના મુક્ત હેઠળ સરકારે આઇસોલેશન વોર્ડ ઉભા કરવાની સૂચના આપતા તંત્રએ ત્વરિત આયોજન કરી દીધુ હતું. હાલ પ્રત્યેક ગામમાં હોમ આઇસોલેશન વોર્ડ હેઠળ કોરોનાના દર્દીને સારવાર અપાઇ રહી છે. જિલ્લા તંત્રએ એડવાન્સમાં આ પ્રકારનું આયોજન કર્યુ હતું. પરંતુ ઉચ્ચકક્ષાએથી લીલી ઝંડી નહીં મળતા આયોજન પડતું મુકાયું હતું.

બીજીતરફ જિલ્લામાં કોરોના કેસ વધતાં દર્દીઓને હાલત કફોડી થઇ ગઇ હતી. એક નાના ઘરમાં કોરોના દર્દીની સારવાર કરવી મુશ્કેલ હતી. એટલું જ નહીં, દર્દી હોમ આઇસોલેટ પણ થઇ શક્તો નહતો. જેથી કેટલાક ગામના આગેવાનોએ કોરોનાના દર્દીને ખેતરમાં આઇસોલેટ થઇ જવા માટે મૌખિક આદેશ કર્યો હતો. જેના પગલે ઘરમાં વ્યવસ્થા ના હોય તેવા દર્દીઓ ખેતરમાં આઇસોલેટ થઇ જતાં હતાં.આ બાબત ધ્યાનમાં આવતા સરકાર સફાળી જાગી હતી. દરમિયાન સરકારની સૂચના મળતા જિલ્લા પંચાયત અને આરોગ્ય વિભાગના દ્વારા પ્રત્યેક ગામમાં હોમ આઇસોલેશન વોર્ડ ઉભા કરી દેવાયા હતાં.

અધિકારીઓનું આગોતરૂ આયોજન હોવાથી ઓછા સમયમાં વોર્ડ ઉભા થઇ ગયા હતાં. આ વોર્ડમાં કોરોના દર્દીઓ માટે 5થી 10 બેડ છે. જેમાં દવા, નાશ માટે મશીન, ગરમ પાણી , ઉકાળા, લોકભાગીદારીથી ફ્રુટ, જમવાનું, જયૂશ સહિતની સામગ્રી મફત પૂરી પાડવામાં આવે છે. આઇસોલેટ વોર્ડમાં હજી સુધી એક પણ કોરોના દર્દીનું મૃત્યુ નિપજ્યુ નહીં હોવાનો જિલ્લા તંત્રએ દાવો કર્યો છે.જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર પ્રત્યેક ગામમાં હોમ આઇસોલેશન વોર્ડમાં કોરોના દર્દીઓના ઓક્સિજન લેવલથી લઇ શારિરીક સ્થિતી અંગે જાણકારી મેળવવામાં આવે છે.

અધિકારીઓએ કહ્યું કે, ખેતરમાં રહેવાથી ઓક્સિજન લેવલ જળવાઇ રહેવાની શક્યતા નહિવત છે. ઘણીવાર ઇમરજન્સી ઉભી થાય ત્યારે દર્દીને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આઇસોલેશન વોર્ડમાં સારવાર દરમિયાન દર્દીની હાલત બગડે તો તેને કોવિડ સેન્ટરમાં ખસેડાય છે. જો દર્દીની હાલત વધુ બગડે તો પછી તેને ખાનગી હોસ્પિટલ અથવા સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે. જોકે આ વ્યવસ્થાથી ગામડાંમાં ઘરમાં આઇસોલેટ થવાની વ્યવસ્થા ના હોય તેવા કોરોના દર્દીઓને રાહત થઇ ગઇ છે.

અન્ય સમાચારો પણ છે...