યુ.એન મહેતા હોસ્પિટલના ડીરેકટર આર.કે પટેલની નિમણૂકને હાઇકોર્ટમાં પડકારવામાં આવી છે. અરજીમાં એવી રજૂઆત કરાઇ છે કે નિયમ પ્રમાણે ડિરેકટર તરીકે નિમણૂક થાય તેની ઉંમર 70 વર્ષથી વધુ હોવી જોઇએ નહી. સરકાર આર.કે પટેલની નિમણૂક કરી છે તે ગેરકાયદે છે અને હોસ્પિટલના નિયમોની વિરૂદ્ધ છે. તેમને આ પોસ્ટ પર સાચવી રાખવા માટે કેટલાક ઉચ્ચ રાજકીય વગદારોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાઇકોર્ટે આ મામલે સરકાર અને આર.કે પટેલને નોટિસ પાઠવીને વધુ સુનાવણી 12 ડીસેમ્બર પર મુકરર કરી છે.
અરજીમાં એવી દલીલ કરાઇ હતી કે, યુ.એન મહેતા હોસ્પિટલના ડિરેકટરની ઉંમર હાલ 73 વર્ષ કરતા વધુ છે. નિયમ મુજબ 62 વર્ષ કરતા વધુની ઉંમરના ડિરેકટરની નિમણૂક કરી શકાય નહી. અગાઉ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ડની ઉંમર થતા તેમને પણ ફરજીયાત નિવૃત્ત કરી દેવામાં આવ્યા હતા. તો પછી આર.કે પટેલની નિમણુંક સામે નિયમોનું પાલન કેમ કરવામાં આવતુ નથી? સરકારના જી.આર પ્રમાણે 65 વર્ષની ઉમંર પછી ડીરેકટરને પદ પર રાખી શકાય નહી. એમએનસીની ગાઇડ લાઇનનું ઉલ્લઘંન કરીને આર.કે પટેલને સાચવવામાં આવી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.