વિશ્વ ઉમિયાધામના મુખપત્ર ઉમાસૃષ્ટિનું સ્વામી સચ્ચિદાનંદજીના હસ્તે વિમોચન કરાયું હતું. તેમણે કહ્યું કે, વિશ્વ ઉમિયાધામે આદેરલા સમાજ સેવાના યજ્ઞમાં મા ઉમિયાના આશીર્વાદ છે. ઉમાસૃષ્ટિ એ પાટીદારોના સુવર્ણ યુગને ટકાવી રાખવાનું કામ કરશે.
સંસ્થાના પ્રમુખ આર. પી. પટેલે જણાવ્યું કે, ઉમાસૃષ્ટિ મેગેઝિન સમાજ સશક્તીકરણનું કામ કરશે. મા ઉમિયાની આસ્થાને વિશ્વભરમાં ઊજાગર કરવાના સંકલ્પ સાથે કામ કરતી સંસ્થા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની વિવિધ પ્રવૃત્તિનો વિશ્વભરમાં પ્રસાર- પ્રચાર કરવા માટે ઉમાસૃષ્ટિ માસિક મુખપત્રનું વિમોચન કરાયું છે. વિશ્વ ઉમિયાધામ-જાસપુર સ્મૃતિ મંદિર ખાતે ઉમાસૃષ્ટિ વિમોચન સમારોહ યોજાયો હતો. ઉમાસૃષ્ટિ મેગેઝિનનું સંપાદન મેનેજિંગ એડિટર તરીકે ડો. પ્રભુદાસ પટેલ સંભાળશે. મેગેઝિનમાં દેશ-દુનિયા, સમાજ વિષયક લેખો, સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓ પ્રકાશિત થશે.
ઉમાછત્ર સૌજન્ય પત્ર અર્પણ કરાયાં
આ પ્રસંગે સંસ્થાના ઉમાછત્ર યોજનાના સભ્યોને ‘ઉમાછત્ર સૌજન્ય પત્ર’ અર્પણ કરવાનો કાર્યક્રમ પણ યોજાયો હતો. 55 વર્ષ સુધીની ઉંમરમાં કોઈ ઉમાછત્ર સભ્યનું નિધન થાય તો તેને સંસ્થા 10 લાખ રૂપિયાની મદદ કરે છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.