તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મુલાકાત:યુકે શેડો કેબિનેટ લીડર સર કીર સ્ટારમેરે કિંગ્સબરી ખાતેના સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
સર કીર સ્ટારમેરે કિંગ્સબરી ખાતેના વિશ્વના પ્રથમ હિન્દુ મંદિરની મુલાકાત લીધી - Divya Bhaskar
સર કીર સ્ટારમેરે કિંગ્સબરી ખાતેના વિશ્વના પ્રથમ હિન્દુ મંદિરની મુલાકાત લીધી
  • સર કીરની સાથે સ્થાનિક સાંસદસભ્ય, બેરી ગાર્ડિનર પણ તેમની સાથે આવ્યા હતા
  • તાજેતરમાં જ લંડનના મેયર સાદિક ખાને પણ મંદિરની મુલાકાત લીધી હતી

અમદાવાદમાં મણિનગર ખાતેના સ્વામિનારાયણ ગાદી સંસ્થાન વેદરત્ન આચાર્ય પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામી મહારાજની સ્મૃતિ સત્રની ઉજવણી કરે છે. આ ભાવનાથી યુકેની લેબર પાર્ટીના નેતા સર કીર સ્ટારમેરે કિંગ્સબરી ખાતેના વિશ્વના પ્રથમ હિન્દુ મંદિર એવા સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરની વિશાળ સેવાકીય પ્રવૃત્તિઓ વિશે સાંભળીને તેઓ ખુબ જ પ્રભાવિત, આનંદિત થયાં હતાં.

તેમણે મંદિર તરફથી થતી પ્રવૃત્તિઓને બિરદાવી
મુલાકાત દરમિયાન, સર કીર સ્ટારમેરે આચાર્ય સ્વામી મહારાજને પુષ્પમાળા અર્પણ કરી હતી, તેમણે સ્વામીએ સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમુદાયોમાં વિશ્વના પ્રથમ ઇકો-મંદિર તરીકેસ્વામિનારાયણ મંદિરની સ્થાપના "સમુદાયને પ્રેરણા આપવા" ના મિશન સહિતની અને સામાજિક પ્રવૃત્તિઓને ખૂબ જ બિરદાવી હતી. કોવિડ વેક્સિન વિશે જે ખોટી અફવાઓને દૂર કરવાના મંદિરે કરેલા પ્રયત્નો વિશે સાંભળીને સર કીર સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામી મહારાજને વ્યક્તિગત રૂપે આભાર માનવા માટે જ મંદિરમાં પધાર્યા હતાં.

સર કીર સ્ટારમેરે મંદિરમાં થતી સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી
સર કીર સ્ટારમેરે મંદિરમાં થતી સામાજિક પ્રવૃત્તિઓને બિરદાવી હતી

સર કીરની સાથે સાંસદ બેરી ગાર્ડિનર પણ આવ્યા હતાં
પ્રવર્તમાન આચાર્ય જિતેન્દ્રિયપ્રિયદાસજી સ્વામીજી મહારાજે, જેમણે પોતે હાલમાં જ વેક્સિન લીધી હતી, તેમણે વિશ્વવ્યાપી હિન્દુ સમુદાયને એક વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેમણે જણાવ્યું હતું કે, “રોગને ફેલાતો અટકાવવા માટે અને મૃત્યુની સંખ્યા ઘટાડવા માટે, વેક્સિન લેવી જરૂરી છે. પોતાને બચાવવા માટે કોવિડ-19ની વેક્સિન લેવી જરૂરી છે, જેથી આખું વિશ્વ સ્વસ્થ રહે.સર કીરની સાથે સ્થાનિક સાંસદસભ્ય, બેરી ગાર્ડિનર પણ તેમની સાથે આવ્યા હતા અને તાજેતરમાં અનેક નામાંકિત લોકોએ આ મંદિરની મુલાકાત લીધી હતી.

સ્ટારમેરે પૂજન અર્ચન કરીને પુષ્પમાળા અર્પણ કરી હતી
સ્ટારમેરે પૂજન અર્ચન કરીને પુષ્પમાળા અર્પણ કરી હતી

લંડનના મેયર સાદિક ખાને મુલાકાત લીધી હતી
ગત મહિને લંડનના મેયર સાદિક ખાને મુલાકાત લીધી હતી, જે દરમિયાન તેમણે મંદિરની સેવાકીય પ્રવૃતિઓની પ્રશંસા કરી હતી. મેયરે ખાસ જણાવ્યું કે, “આ શ્રી સ્વામિનારાયણ મંદિર દ્વારા કરેલા આશ્ચર્યજનક કાર્યો દ્વારા તમે હિન્દુઓ છો કે નહિ , તેમને આશ્વાસન આપવા સંબંધમાં તમે જે કર્યું છે તેના માટે હું ખાસ કરીને આભાર માનું છું. હું અહીં ખ્રિસ્તીઓને મળ્યો છું, હું મુસ્લિમોને મળ્યો છું, બીજા ઘણા લોકો અહીં છે, જે કોઈ ખાસ શ્રદ્ધા ધરાવતા નથી. તેમ છતાં આ શ્રી સ્વામિનારાયણ મંદિરની શક્તિ પોતાના માટે અનુભવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

વધુ વાંચો