તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિદ્યાર્થીઓને રાહત:UGCએ M.PHIL અને PH.Dના રીસર્ચ સબમીશન માટે વધુ 6 મહિનાની છુટ આપી, હવે 31 જુન 2021 સુધી સબમિશન કરી શકશે

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઈલ ફોટો - Divya Bhaskar
ફાઈલ ફોટો
  • કોરોનાની ગંભીર પરિસ્થિતિને લીધે યુનિવર્સિટીમાં પ્રોફેસરો રેગ્યુલર નહીં આવતા વિદ્યાર્થીઓને જરુરી માર્ગદર્શન મળતું નથી

કોરોનાને લીધે વિવિધ યુનિ.ઓમાં M.PHIL અને PH.Dનો અભ્યાસ કરતા સ્કોલર્સ સ્ટુડન્ટ્સને તેમનો અભ્યાસ પૂર્ણ કરવા મોટી મુશ્કેલી પડી છે. માર્ચથી યુનિ.ઓ-કોલેજો બંધ હોવાથી તેઓ લાયબ્રેરી કે લેબોરેટરીમાં પણ જઈ શકતા નથી અને રીસર્ચ માટેનું જરૂરી કામ કરી શકતા નથી.જેથી હવે M.PHIL અને PH.Dનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને UGCએ થીસીસ-રીસર્ચ સબમિશન માટે વધુ 6 મહિનાની છુટ આપતા વિદ્યાર્થીઓ 31 જુન 2021 સુધી સબમિશન કરી શકશે.

કોરોનાને લીધે પ્રોફેસરો રેગ્યુલર નહીં આવતા વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળતું નથી
કેન્દ્ર સરકારે યુનિ.-કોલેજોમાં M.PHIL-PH.Dના અભ્યાસ માટે છુટ આપી પરંતુ હજુ પણ ઘણી યુનિ.ઓમાં વિદ્યાર્થીઓને બોલાવાતા નથી અને પ્રોફેસરો પણ રેગ્યુલર આવતા નથી.જેને લઈને વિદ્યાર્થીઓને જરૂરી ગાઈડન્સ પણ મળતુ નથી. UGCએ અગાઉ 31 જુન 2020 સુધી જે વિદ્યાર્થીઓનું સબમિશન હતુ તેઓને 6 મહિનાની મુદત વધારી આપી 31 ડિસેમ્બર સુધી કરી હતી. પરંતુ હજુ પણ યુનિ.ઓ-કોલેજો ન ખુલતા UGCએ વધુ 6 મહિનાની છુટ આપી છે.

પરિપત્ર મુજબ સમયગાળો તો પાંચ વર્ષનો જ ગણાશે
જો કે ઘણી યુનિ.ઓમાં પ્રોફેસરોએ ગાઈડ તરીકે વિદ્યાર્થીઓને કોરોનાના કપરા સમયમાં પણ પુરતુ ગાઈડન્સ આપતા સમયસર M.PHIL-PH.D પુરૂ કરાવ્યુ છે. જો કે જે વિદ્યાર્થીઓ હજુ સુધી સબમિશન નથી કરી શક્યા તેઓને મોટી રાહત મળી છે. વધુ 6 મહિનાની છુટ સાથે કુલ એક વર્ષનું એક્સટેન્શન મળ્યુ છે.જો કે UGCના પરિપત્ર મુજબ સમયગાળો તો પાંચ વર્ષનો જ ગણાશે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

વધુ વાંચો