યુજીસીની ગાઇડલાઇન પ્રમાણે યુજી કોર્સિસ અને પ્રોગામ્સની પરીક્ષા આગામી 25મી જૂનથી લેવાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે પરીક્ષાને લઇને એક ગાઇડલાઇન બહાર પાડવામાં આવી છે. જેમાં કેટલીક જરૂરી સૂચનાઓ આપવામાં આવી છે. તેમાં જણાવવામાં આવ્યું છે કે પરીક્ષા દરમિયાન તમામ વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરવું અને સેનેટાઇઝરનો ઉપયોગ કરવાનું ફરજિયાત રહેશે. આ ઉપરાંત પરીક્ષાનો સમયગાળો 3 કલાકમાંથી 2 કલાક કરવામાં આવ્યો છે. જો જરૂર જણાશે તો મલ્ટિપલ શિફ્ટમાં પરીક્ષા લેવામાં આવશે. જેના તમામ કેન્દ્રો સ્થાનિક તથા તાલુકા કક્ષાએ ગોઠવવા માટે સૂચના આપવામાં આવી છે.
કેવી રીતે થશે મૂલ્યાંકન?
આ ઉપરાંત સેમેસ્ટર 2,4 અને 6ના વિદ્યાર્થીઓ માટે 50 ટકા ગુણ આંતરિક મૂલ્યાંકનને આધારે અને બાકીના 50 ટકા ગુણ અગાઉના સેમેસ્ટરને આધારે આપવાના રહેશે. આ યોજનાને મેરિટ બેઝ્ડ પ્રોગ્રેશન નામ આપવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે યુનિવર્સિટીમાં આંતરિક મૂલ્યાંકનના 30 ગુણ છે તો તેમાંથી વિદ્યાર્થીએ જો 20 ગુણ મેળવ્યા હશે અને તેની પહેલાંના સેમેસ્ટરના યુનિવર્સિટીની પરીક્ષાના 100 ગુણમાંથી 79 ગુણ મેળવ્યા હશે તો તેવા કિસ્સામાં માર્કસની ગણતરી નીચે મુજબ કરવામાં આવશે. જો પ્રેક્ટિકલ પરીક્ષા લેવામાં નહીં આવી હોય તો તેના ગુણની ગણતરી પણ નીચે મુજબ જ કરવામાં આવશે અને જો પ્રેક્ટિકલ પરીક્ષા લેવાઈ ગઈ હોય તો જે ગુણ આવ્યાં હશે તે જ ગણવામાં આવશે.
પરીક્ષા અંગે આપવામાં આવેલી કેટલીક સૂચનાઓ
યુનિવર્સિટીએ પોર્ટલની વ્યવસ્થા કરવાની રહેશે
માર્ક્સ જાહેર થાય તેના દસ દિવસ સુધીમાં વિદ્યાર્થી ઓક્ટોબર કે નવેમ્બરમાં લેવામાં આવતી આ ખાસ પરીક્ષામાં ભાગ લેવા માગે છે કે નહીં તે અંગે જણાવવાનું રહેશે અને તે માટે યુનિવર્સિટીએ પોર્ટલની વ્યવસ્થા કરવાની રહેશે. આ તમામ પ્રકિયા માટે યુનિવર્સિટીએ 10-06-2020 સુધીનો સમય આપવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.