પાર્કિંગ માટે અભિયાન:અમદાવાદમાં ઉદગમ સ્કૂલ બિનવારસી વાહનોની ઓળખ કરશે,વાલીઓએ મોકલેલા ફોટા સરકારના વિભાગને મોકલાશે

અમદાવાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પાર્કિંગની સમસ્યા હલ કરવા પ્રયોગ - Divya Bhaskar
પાર્કિંગની સમસ્યા હલ કરવા પ્રયોગ
  • વિદ્યાર્થીઓ અને વાલીઓ અમદાવાદમાં બિનવારસી ગાડીઓના ફોટા મોકલી શકશે
  • આ અભિયાનને ‘Spot Abandoned Cars’ નામ આપવામાં આવ્યું છે.

અમદાવાદના રસ્તા અને કોમર્શિયલ સ્થળોએ પડી રહેલી બિનવારસી ગાડીઓ નજરે પડવી સામાન્ય છે. આવા વાહનો દૂરથી જ ઓળખાઈ જાય છે જે ધૂળ, ગંદકી, કચરાના ઢગ વચ્ચે પડેલી હોય છે. આવી બિનવારસી ગાડીઓ પાર્કિંગની જગ્યા રોકે છે, બિનજરૂરી અડચણ ઊભી કરે છે અને જાહેર જગ્યાઓને ઉકરડામાં ફેરવી દે છે. શહેરમાં ટ્રાફિકની સમસ્યા હળવી થાય અને પાર્કિંગ માટે પૂરતી જગ્યા મળી રહે તે ઉદ્દેશ્યથી ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલે એક અનોખું અભિયાન આદર્યું છે. જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આવી બિનવારસી ધૂળ ખાતી ગાડીઓની ઓળખ કરી શકશે અને તેના ફોટો તથા લોકેશન મોકલી શકશે. આ અભિયાનને ‘Spot Abandoned Cars’ નામ આપવામાં આવ્યું છે.

અભિયાનમાં વાલીઓ અને વિદ્યાર્થીઓની મદદ જરૂરી
આ અભિયાન અંગે વિગતો પૂરી પાડતાં ઉદગમ ગ્રુપ ઓફ સ્કૂલ્સના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું હતું કે આપણે જોયું હશે કે મુખ્ય સ્થળોએ આવા બિનવારસીવાહનો ઘણી જગ્યા રોકતા હોય છે. જેના લીધે સામાન્ય લોકોને પાર્કિંગની સમસ્યાઓ નડે છે.આ અભિયાનથી શહેરમાં આવા બિનવારસી વાહનોનું લિસ્ટ બનાવવામાં મદદ મળશે. અભિયાનના અંતે અમારી પાસે વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા મોકલાયેલા આવા અનામી વાહનોની પૂરી વિગતો હશે જે સરકારના વિવિધ વિભાગોને મોકલાવામાં આવશે અને તેમને વિનંતી કરવામા આવશે કે પાર્કિંગની જગ્યા ખાલી કરવા માટે તેઓ જરૂરી પગલાં લે. આ પહેલના સફળ અમલીકરણ માટે વિદ્યાર્થીઓ અને વાલીઓ મદદ કરે તે જરૂરી છે.

બિનવારસી ગાડીઓના ફોટો વિદ્યાર્થીઓ અને વાલીઓ પાડીને સ્કૂલને મોકલશે
બિનવારસી ગાડીઓના ફોટો વિદ્યાર્થીઓ અને વાલીઓ પાડીને સ્કૂલને મોકલશે

અભિયાન કેવી રીતે શરૂ થશે

  • અમદાવાદના કોઈપણ વિસ્તારનો સર્વે કરો, પછી તે રહેણાંક સોસાયટીઓ હોય કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ હોય
  • ધૂળ ખાતી અનામી ગાડીઓ કે વાહનો ઓળખી કાઢો.
  • આવા ગાડીઓ કે વાહનોના ફોટો લો (તમે જ્યારે ફોટો પાડતા હોવ ત્યારે તમારા ફોનમાં લોકેશન ફિચર ઓન હોય તેનું ધ્યાન રાખશો)
  • આ ફોટો અહીં આપેલી લિંક (https://www.surveymonkey.com/r/detailsofabandonedcars)
  • પર મોકલી આપો. વાલીઓ ટ્વિટર પર #ScrapAbandonedCars હેશટેગ સાથે પણ આ ફોટો મૂકી શકશે
અન્ય સમાચારો પણ છે...