તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ:ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન સ્કૂલ દ્વારા માર્ચમાં પરીક્ષાનું આયોજન કરવા શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત

અમદાવાદએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અમારી શાળા દ્વારા ગત એપ્રિલ માસથી જ ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું હતું: ડિરેક્ટર મનન ચોક્સી

અમદાવાદની અગ્રણી શૈક્ષણિક સંસ્થા ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રન દ્વારા માર્ચ 2021માં શાળાના વિદ્યાર્થીઓ માટે પરીક્ષાનું આયોજન કરવા તથા તે અંગેની જાહેરાત ફેબ્રુઆરી 2021માં કરવા માટે ગુજરાત સરકારના શિક્ષણમંત્રીને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણ મંત્રીને લખેલા પત્રમાં ઉદગમ સ્કૂલ ફોર ચિલ્ડ્રનના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોક્સીએ જણાવ્યું કે, કોરોના મહામારીને પગલે સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન શાળાનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હોવાથી વર્ગખંડમાં બાળકોને બોલાવીને તેમને પ્રત્યક્ષ શિક્ષણ આપવાનું શક્ય બન્યું ન હતું. જેને પગલે અમારી શાળા દ્વારા ગત એપ્રિલ માસથી જ ઓનલાઈન શિક્ષણ શરૂ કરી દેવાયું હતું. આ દરમિયાન અમે બાળકોને સરળ અને સુવિધાજનક થઈ પડે તેવી પદ્ધતિઓ અમલી બનાવી તેમને અભ્યાસક્રમ મુજબ શિક્ષણ પુરુ પાડ્યું હતું.

આ ઉપરાંત અકાસણી કરવાની યોગ્ય અને નિવડેલી પદ્ધતિ નહીં હોવાને કારણે ઓનલાઈન પરીક્ષાના પરિણામોને સંપૂર્ણ વિશ્વસનીય કહેવા શક્ય નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને આગળના ધોરણમાં પ્રવેશ આપતા અગાઉ એકવાર શાળામાં તેમની પરીક્ષા લેવી આવશ્યક છે. જેથી ઓનલાઈન શિક્ષણથી તેમનામાં અભ્યાસક્રમ અંગેની સમજ કેટલી કેળવાઈ તે જાણી શકાય.

તેમણે વધુમાં જણાવ્યું કે, વર્ષ દરમિયાન 100 ટકા વિદ્યાર્થીઓને ઓનલાઈન ક્લાસીસની એક્સેસ હોવા ઉપરાંત તેવા 95 ટકા હાજરી સાથે ઓનલાઈન ક્લાસીસ સફલતાપૂર્વક હાથ ધરાયા હતાઅને તેના દ્વારા સંપૂર્ણ અભ્યાસક્રમ પણ પૂર્ણ કરી દેવાયો છે. જો અમે માર્ચ મહિનામાં પરીક્ષા નહીં યોજી શકીએ તો ત્યારબાદ સરકાર દ્વારા જાહેર કરાનારી અથવા મંજૂર કરાનારી કોઈપણ પરીક્ષાનું પુરતું મહત્વ નહીં જળવાય અને જે વિદ્યાર્થીઓને અભ્યાસક્રમમાં કોઈ મુદ્દે મૂંઝવણ હોય તો તે પણ વણઉકલી રહી જશે. અને તે પછી યોજાનારી મહત્વની અર્ધવાર્ષિક પરીક્ષા આગામી શૈક્ષણિક વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2021માં યોજાશે.

જે વિદ્યાર્થીઓને ટોપિક્સમાં કોઈ સમજ નહીં પડી હોય અથવા કોઈ મૂંઝવણ હશે તો આટલા લાંબા સમય પછી તેમના માટે વ્યવસ્થા કરવી મુશ્કેલ થઈ જશે. જેને પગલે તેમનો પાયો નબળો રહી જશે અને નબળાં વિદ્યાર્થીઓ વધુ નબળાં બને તેવી શક્યતાઓ સર્જાશે.

કોરોના મહામારીને પગલે લદાયેલા લોકડાઉનને કારણે ગુજરાત બોર્ડનું શૈક્ષણિક વર્ષ વિલંબથી શરૂ થયું હોવા ઉપરાંત સીબીએસઈની અનેક શાળાઓએ પણ શૈક્ષણિક કાર્ય મોડું શરૂ કર્યું હતું, આથી જો સરકાર એપ્રિલમાં પરીક્ષા લેવાનો નિર્ણય કરશે તો તેનાથી એવી શાળાઓ અને વિદ્યાર્થીઓને અન્યાય થશે જેમણે ટેક્નોલોજીનો ઉપયોગ વહેલો શરૂ કરી વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવાનું શરૂ કરી દીધું હતું. થોડા મહિના અગાઉ સરકારે જાહેરાત કરી જણાવ્યું હતું કે, બાળકોને માસ પ્રમોશન નહીં અપાય. તો આ સંજોગોમાં સરકાર જો પરીક્ષાના આયોજનને મંજૂરી આપવાનું વિચારતી હોય તો તેની જાહેરાત ફેબ્રુઆરીમાં કરવી હિતાવહ રહેશે, અમે માર્ચમાં પરીક્ષાનું આયોજન કરી શકીએ. જો અમે પરીક્ષા લીધા પછી કોઈ પણ સમયે તેની જાહેરાત કરવામાં આવે તો જે વિદ્યાર્થીઓએ સમય પર અભ્યાસક્રમ પૂરો કર્યો છે તેમને યોગ્ય મૂલ્યાંકન વિના બઢતી આપવામાં આવશે.

ચોક્સીએ વધુમાં જણાવ્યું કે, અમે અમારી શાળામાં નીટ અને આર્ટર્ડ એકાઉન્ટન્સીની પરીક્ષાનું આયોજન કર્યું છે અને કોવિડ સંબંધિત એસઓપીને લગતી પરીક્ષા સુરક્ષિત રીતે યોજવા માટેના જરૂરી પ્રોટોકોલથી સારી રીતે વાકેફ છીએ. ઉદગમ સ્કૂલમાં નિર્ધારિત બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર પણ છે. બાળકોમાં આ રોગનું ક્રોસ-ઈન્ફેક્શન ન થાય તે માટે અમે સરકાર દ્વારા જણાવેલા અન્ય કોઈ પ્રોટોકોલ તેમજ સમાન પ્રોટોકોલનું અસરકારક રીતે પાલન કરી શકીએ છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો