તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સ્કૂલનો અનોખો પ્રયાસ:અમદાવાદની ​​​​​​​ઉદગમ અને ઝેબર સ્કૂલના 100 વાલી 25 ટકા ફી માફી જતી કરી જરૂરિયાતવાળા વાલીઓને મદદરૂપ બનશે

અમદાવાદ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાલીઓ વચ્ચે સામાજિક સેતુ બનાવવા માટે સ્કૂલ અને વાલીઓનો પ્રયાસ
  • વાલીઓની ઓળખ અને જતી કરેલી ફીની રકમ અંગે ગુપ્તતા જાળવવામાં આવશે

શહેરમાં સ્કૂલ ફી મામલે અમદાવાદના થલતેજની ઉદગમ અને ઝેબર સ્કૂલના 100 સધ્ધર વાલીએ 25 ટકા ફી માફીની રકમ જતી કરી છે અને જે વાલીઓ પૂરી ફી ન ભરી શકે તેમને એ આપવા સ્કૂલને કહ્યું છે. જે વાલીઓ પૂરી ભરી ફી શકે છે તેમણે સ્કૂલમાં જઈ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે, જ્યારે આનો લાભ મેળવવા માટેના વાલીઓએ પણ રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

સ્કૂલ દ્વારા અનોખું અભિયાન શરૂ કરી એક સોશિયલ પ્લેટફોર્મની રચના
રાજ્ય સરકાર દ્વારા 25 ટકા ફી માફીનો નિર્ણય લેવામાં આવ્યો છે, પરંતુ કેટલાક વાલીઓ હજી ફી ભરી શકે તેવી સ્થિતિમાં નથી ત્યારે અમદાવાદની ઉદગમ અને ઝેબર સ્કૂલના કેટલાક સધ્ધર વાલીઓએ અન્ય વાલીઓને મદદ કરવાનો નિર્ણય લીધો છે. સ્કૂલ દ્વારા અનોખું અભિયાન શરૂ કરી એક સોશિયલ પ્લેટફોર્મની રચના કરી છે, જેમાં કેટલાક વાલીઓ હજી પૂરી ફી ભરી શકે એવી સ્થિતિમાં ન હોય સધ્ધર વાલીઓ જે પૂરી ફી ભરી શકે છે તેમનો 25 ટકા ફી માફીનો લાભ આ વાલીઓને આપવામાં આવશે.

ઉદગમ સ્કૂલ અને વાલીઓનો આ ખૂબ જ સારો પ્રયાસ: વાલી
ઉદગમ સ્કૂલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના વાલી શહેરના આંબાવાડી વિસ્તારમાં રહેતા અને વેપારી અસિત શાહે DivyaBhaskar સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે લોકડાઉનને કારણે અનેક લોકોની જિંદગીમાં ફેરફાર આવ્યો છે. તેમને આર્થિક રીતે પણ નુક્સાન ભોગવવું પડ્યું છે, જેના કારણે કેટલાક વાલીઓ જેઓ ફી ભરવામાં અસક્ષમ છે તેમને મદદ મળી રહે એ માટે આ 25 ટકા ફી માફી જતી કરવાના પ્રયાસમાં પોતે પણ ભાગીદાર બન્યા છે. ઉદગમ સ્કૂલ અને વાલીઓનો આ ખૂબ જ સારો પ્રયાસ છે.​​​​​​​

કેટલાક વાલીઓની આર્થિક સ્થિતિ પહેલાં જેવી નથી
ઉદગમ અને ઝેબર સ્કૂલના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર મનન ચોકસીએ જણાવ્યું હતું કે શુક્રવાર સાંજ સુધીમાં 100 જેટલા વાલીઓએ પોતાની 25 ટકા ફી માફી જતી કરવા માટે ઈ-મેલ દ્વારા અમને કન્ફર્મેશન આપ્યું છે, જ્યારે 240 જેટલા વાલીઓ અમને રજૂઆત કરી છે કે 25 ટકાથી વધુ ફી માફી અમને જોઈએ છે, તો અમે અન્ય સધ્ધર વાલીઓ પાસેથી આશા રાખીએ છીએ કે વધુ 400થી 500 વાલીઓ જો પોતાની 25 ટકા ફી માફી જતી કરે છે તો તેમને કોઈ ફર્ક પડે તેમ નથી. જેથી તેઓ પણ આ અભિયાનમાં મદદરૂપ થાય. સામાજિક સેતુ બાંધવાના આ પ્રયાસને શરૂ કરવામાં આવ્યો છે જેમાં સધ્ધર અને જરૂરિયાતમંદ વાલીઓએ સ્કૂલમાં રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. રજિસ્ટ્રેશન બાદ એક આખી યાદી તૈયાર કરવામાં આવશે. આ વાલીઓની ઓળખ ગુપ્ત રાખવામા આવશે. ઉપરાંત જતી કરેલી રકમની પણ પારદર્શિતા જળવાશે. વાલીઓ અન્ય વાલીઓને આ રીતે મદદ કરી અને એક સામાજિક સેતુ બાંધવાનો સ્કૂલ અને વાલીઓનો પ્રયાસ છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજનો સમય સારો રહેશે. દૂર રહેતાં લોકો સાથે સંપર્ક બનશે. તથા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. અચાનક લાભની સંભાવના છે, એટલે હાથમાં આવેલાં અવસરને નજરઅંદાજ કરશો નહીં. નજીકના લોકો સાથે મેલજોલ વધશે. ...

વધુ વાંચો