તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રામોલમાં છરીની અણીએ બે યુવકોના ફોનની લૂંટ, એક મિત્રના ગળા પર છરી રાખી ધમકી આપી

અમદાવાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે મિત્રો દવા લેવા માટે જતા હતા ત્યારે બે વાહન પર આવેલા ચાર લોકો લૂંટી લઈ નાસી ગયા

શહેરના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતો યુવક તેના મિત્ર સાથે દવા લેવા માટે નીકળ્યો હતો ત્યારે ચાર અજાણ્યા વ્યકિતઓએ બંનેને રોકી એક યુવકના ગળા પર છરી મુકી જાનથી મારી નાંખવાની ધમકી આપી બંને મિત્રોના મોબાઈલ ફોનની લુટ ચલાવી ફરાર થઈ ગયા હતા. આ અંગે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવાઈ છે.

રામોલના વસ્ત્રાલ વિસ્તારમાં પંચરત્ન આવાસ યોજનામાં રહેતો રવિ જાદવ તેના મિત્ર આફતાબ સૈયદની સાથે શનિવાર રાતના સમયે પોતાના ઘરેથી ચાલતા ચાલતા વસ્ત્રાલ ચાર રસ્તા મેડીકલ સ્ટોર ખાતે દવા લેવા જતો હતો ત્યારે વસ્ત્રાલ ગામ સ્મશાન પાસે બે ટુ વ્હીલરો લઈને ચાર અજાણ્યા પુરુષો તેમની પાસે આવ્યા હતા. બાદમાં બે પુરુષોએ રવિને પકડી રાખ્યો જ્યારે બીજા બેએ આફતાબના ગળા પર છરી મુકીને તમારી પાસે જે હોય તે આપી દો તેમ કહ્યુ હતુ. જો કે રવિ અને આફતાબે તેમની પાસે કંઈ જ ન હોવાનું કહેતા આ ચારેય પુરુષો બંનેના તેના ખીસ્સા ચેક કરવા લાગ્યા જેમાં બે મોબાઈલ મળી આવતા આ ચારેય ફોનની લુંટ કરી ને ફરાર થઈ ગયા હતા. બાદમાં ગભરાઈ ગયેલા બંને મિત્રો ઘરે ગયા હતા અને તેમના પરિવારને જાણ કરી હતી. બાદમાં રવિ જાદવે રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...