કાર્યવાહીમાં ભાંડો ફૂટ્યો:પાસપોર્ટ કઢાવવા બે યુવકે જન્મના ખોટા દાખલા આપ્યા, AMCમાં ખરાઈ કરાવાતા ભાંડો ફૂટ્યો

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફતેવાડીના યુવકે નકલી માર્કશીટ આપી હતી

શાહપુરમાં રહેતા એક યુવકે જન્મના નકલી દાખલાને આધારે પાસપોર્ટની પ્રક્રિયા કરતાં, પાસપોર્ટ ઓફિસે ડોક્યુમેન્ટની ખરાઈ કરતા યુવકનો ભાંડો ફૂટ્યો હતો. જ્યારે બીજા કિસ્સામાં ધો-10માં નાપાસ થયેલા યુવકે ધો-10ની બોર્ડની નકલી માર્કશીટના આધારે પીસીસી(પોલીસ કલીયરન્સ સર્ટિ) માટે પ્રક્રિયા કરતાં તેમાં પોલીસે બોર્ડમાં ખરાઈ કરતા યુવકનો ભાંડો ફૂટ્યો હતો.

શાહપુર બહાઈ સેન્ટર ધવલ એપાર્ટમેન્ટમાં રહેતા ભરત માઈકલ રીબેલોએ મીઠાખળીના પાસપોર્ટ સેવા કેન્દ્રમાં પાસપોર્ટ માટે પ્રક્રિયા કરી હતી. જે માટે તેણે ફોર્મ ભરીને જરુરી ડોક્યુમેન્ટની ઝેરોક્ષ મોકલી હતી. તે ડોક્યુમેન્ટ પૈકી જન્મનો દાખલો શંકાસ્પદ જણાતા પાસપોર્ટ કચેરીએ મ્યુનિ.કચેરીમાં તપાસ કરતા, ભરત રીબેલોનો જન્મનો દાખલો ખોટો હોવાનું જણાયું હતું. પાસપોર્ટ કચેરીના અધિકારી હરીશ મલાનીએ ભરત રીબેલો વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી.

ફતેવાડી આશિયાના રો હાઉસમાં રહેતા રિઝવાન ફિરોઝખાન પઠાણે પીસીસી સર્ટિફિકેટ માટે પોલીસ કમિશનર કચેરીમાં અરજી કરી હતી. જેમાં ડોક્યુમેન્ટની સાથે ધો-10ની માર્કશીટ રજૂ કરી હતી, જે શંકાસ્પદ જણાતા પોલીસે ગાંધીનગર બોર્ડની કચેરીમાં ખરાઈ કરાવી તો તેમણે રજૂ કરેલી ધો-10ની માર્કશીટ ખોટી હોવાનું જણાયું હતું. જેથી રિઝવાન પઠાણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...