તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુનાવણી:અમદાવાદની વોશિંગ ફેક્ટરીમાં કેમિકલયુક્ત ટાંકી સાફ કરવા ઉતરેલા બે યુવકોના મોત મામલે ગ્રામ્ય કોર્ટે બન્ને સંચાલકોના જામીન ફગાવ્યા

અમદાવાદ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
વોશિંગ કંપનીની ટાંકી પાસે પડલે બન્ને યુવકના મૃતદેહ - Divya Bhaskar
વોશિંગ કંપનીની ટાંકી પાસે પડલે બન્ને યુવકના મૃતદેહ

અમદાવાદના સુએઝ ફાર્મ પાસે ગુલાબનગર વિસ્તારમાં આવેલી વોશિંગ ફેક્ટરીમાં કેમિકલયુક્ત પાણી ધરાવતી ટાંકી સાફ કરાવવા ઉતરેલા બે યુવકોના મોતના કેસમાં ગ્રામ્ય કોર્ટે આરોપી એવા સંચાલકો નરેશ ગોહેલ અને જહાંગીર શેખના જામીન ફગાવી દીધા છે.

આરોપીના વકીલે કહ્યું આ એક દુર્ઘટના છે
આરોપીના જામની ફગાવતા કોર્ટે નોંધ્યું હતું કે બંને સંચાલકોએ તેમની હાજી વોશ કંપનીમાં તેમના ETP પ્લાન્ટમાં GPCB (ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ) દ્વારા લાગુ કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી. બંને આરોપીઓ સામેના કેસમાં હાલ ચાર્જશીટ દાખલ થઈ નથી અને જો જામીન પર મુક્ત કરવામાં આવે તો પુરાવા સાથે ચેડાં કરવાની પણ શકયતા છે. જેથી તેમને જામીન આપી શકાય નહિ.આરોપીઓના એડવોકેટ તરફે રજુઆત કરવામાં આવી હતી કે બંને સંચાલકોએ ફરિયાદીના પતિને પાણીની ટાંકી સાફ કરવાનો કોન્ટ્રાકટ આપ્યો હતો. ઘટના દરમિયાન બંને પૈકી એક મૃતક સ્લીપ થઈને પાણીની ટાંકીમાં પડી ગયો હતો. આ એક દુર્ઘટના છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં મૃતકે દારૂ પીધું હોવાનું પણ સામે આવ્યું છે.

શું છે મામલો
28 નવેમ્બરે અમદાવાદના સુએઝ ફાર્મ રોડ પાસે આવેલા ગુલાબનગરમાં હાજી વોશિંગ કંપનીમાં કામ કરતા બે મજૂરોના કરુણ મોત નિપજ્યા હતા. વોશિંગ કંપનીમાં કામ કરતા બન્ને મજૂરો ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના કારણે મોત થયા હોવાનું પોલીસનું માનવું છે. જેમાંથી ટાંકીમાં ઉતરેલા હરિકિશન રાવત અને મલખાન નામના વ્યક્તિઓ ઘણા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા. આ અંગે 108 ને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. જોકે ડોક્ટરે બન્નેને મૃત જાહેર કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો