તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અમદાવાદમાં દુર્ઘટના:પીરાણા નજીક સુએજ ફાર્મ પાસે હાજી વોશ કંપનીની ટાંકી સાફ કરતા બે કર્મચારીઓના ગૂંગળામણથી મોત

અમદાવાદ10 મહિનો પહેલા
  • કૉપી લિંક
હાજી વોશ કંપનીની ટાંકીમાં બે કામદારોના ગૂંગળામણથી મોત થયા - Divya Bhaskar
હાજી વોશ કંપનીની ટાંકીમાં બે કામદારોના ગૂંગળામણથી મોત થયા
  • પોલીસે ઘટનાસ્થળે દોડી જઈ તપાસ હાથ ધરી

અમદાવાદમાં દુર્ઘટનાઓ રોકાવાનું નામ નથી લઈ રહી. 4 નવેમ્બરે પીરાણા પીપળજની ફેક્ટરીમાં બ્લાસ્ટમાં 12નાં મોત થયા હતા. ત્યારે આજે શનિવારે ફરી એકવાર બીજી એક દુર્ઘટના થઈ છે. કારખાનાની ટાંકી સાફ કરતા બે કર્મચારીઓના ગુંગળામણના કારણે મોત થયા છે. બંનેને 108ની ટીમે બંનેને મૃત જાહેર કર્યા હતા.

બે કામદારોના ગૂંગળામણથી મોત થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી
બે કામદારોના ગૂંગળામણથી મોત થતાં પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી

ટાંકીની સફાઈ દરમિયાન બે કામદાર ગૂંગળાઈ મર્યા
સુએજ ફાર્મ પાસે આવેલા હાજી વોશ કંપનીમાં આવેલી ટાંકીમાં સફાઈ કરવા ઉતરેલા બે મજૂરોના ગૂંગળામણના કારણે મોત થયા હોવાનું સામે આવ્યું છે. ટાંકીમાં ઉતરેલા હરિકિશન અને મલખામ નામના વ્યક્તિઓ ઘણા સમય સુધી ટાંકીમાંથી બહાર ન આવતા તપાસ કરતા તેઓ બેભાન હાલતમાં ટાંકીમાં પડ્યા હતા. આ અંગે 108ને જાણ કરતા ટીમ બનાવના સ્થળે પહોંચી હતી. જ્યાં બન્નેને મૃત જાહેર કર્યા હતા. હાલ અંગે પોલીસે બનાવના સ્થળે જઈને તપાસ હાથ ધરી છે.