• Gujarati News
  • Local
  • Gujarat
  • Ahmedabad
  • Two Women Pull Each Other's Hair In Public And Hit Outside A Maple Tree In Connection With A Car Crash Near Surdhara Circle In Thaltej, Ahmedabad.

મહિલાઓ વિફરી:અમદાવાદના થલતેજમાં સૂરધારા સર્કલ પાસે કાર અડી જવા બાબતે 2 મહિલાએ જાહેરમાં એકબીજાના વાળ ખેંચ્યા, મેપલ ટ્રી બહાર મારામારી કરી

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • સોલા હાઈકોર્ટ પોલીસમાં બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવી

થલતેજ સૂરધારા સર્કલ નજીક આવેલા મેપલ ટ્રી બહારના રોડ પરથી કાર લઈને નીકળેલી મહિલાની કાર ભૂલથી ત્યાં ચાલતા જતાં એક સ્ત્રી-પુરુષને અડી ગઈ હતી. જેથી જોઈને કાર ચલાવવા બાબતે તેમની વચ્ચે ઝગડો થતાં મહિલા અને પુરુષો વચ્ચે જાહેરમાં મારીમારીના દ્રશ્યો સર્જાયા હતા. જેમાં મહિલાઓએ એક બીજાના વાળ પકડીને ઝપાઝપી કરી હતી.

વસ્ત્રાપુરમાં રહેતા નીરવસિંહ 11 સપ્ટેમ્બરે 9 વાગ્યે તેમના પાર્ટનરની દીકરી મોના સાથે ચાલતા જઇ રહ્યા હતા. તેઓ થલતેજ સૂરધારા સર્કલ પાસેના મેપલ ટ્રી બહારથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે એક સોસાયટીમાંથી મહિલા કાર લઈને નીકળી હતી. તે કાર મોનાને સામાન્ય અડી ગઈ હતી. જેથી મોના અને તે કારચાલક મહિલા વચ્ચે બોલાચાલી થઇ હતી. જેમાં કારચાલક મહિલાનું નામ પૂછતા સપનાબેન હોવાનું જણાવ્યું હતુ. બંને વચ્ચે ઝગડો થતા સપનાબેને મનીષભાઈને બોલાવતાં મનીષભાઈએ ત્યાં આવીને નીરવભાઈને પકડીને કીચડમાં પાડી દીધા હતા. તેમજ સોસાયટીના વોચમેન પાસેથી લાકડી લઈને નીરવભાઈને ઢીંચણમાં મારી હતી.

ઘટનાની જાણ થતા મોનાના પિતા આવી પહોંચ્યા હતા. જ્યારે મનીષભાઈએ નીરવભાઈને હાથ પર 5-6 બચકાં ભરી લીધા હતા. જ્યારે મોના અને સપના વચ્ચે જાહેર મારામારી થતાં સપનાએ મોનાના વાળ પકડીને તેને પછાડી દીધા હતા. આ અંગે નીરવભાઈએ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં સપના અને મનીષ વિરુધ્ધ ફરિયાદ નોંધાવી હતી. જ્યારે સામે પક્ષે સપનાએ નીરવસિંહ, મોના અને મોનાના પિતા વિરુધ્ધ સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તે મુજબ સપનાબેને હોર્ન વગાડતા નીરવસિંહે તેમની ગાડીના કાચ પર જોરથી ધબ્બો માર્યો હતો.(તમામ પાત્રના નામ બદલેલ છે)

અન્ય સમાચારો પણ છે...