તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાવતરું:અમદાવાદના થલતેજની ગ્રીન એવન્યૂમાંથી દારૂ પીતાં પકડાયેલી બે મહિલાએ ખોટાં નામ-સરનામાં લખાવી પોલીસને ઊંધા રવાડે ચડાવી

અમદાવાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુમાં સોલા પોલીસે બાતમીને આધારે દરોડો પાડ્યો હતો
  • સોલામાં કોરોનાથી સાજા થયેલી બહેનપણીના પતિએ રાખેલી પાર્ટીમાં ઝડપાઈ હતી
  • ધરપકડ બાદ કોરોનાનો ટેસ્ટ કરાવવા આઈડી પ્રૂૂફ મગાવતાં બંનેનો ભાંડો ફૂટી ગયો

એક અઠવાડિયાં પહેલાં થલતેજ શીલજ રોડ પર આવેલા મેપલ કાઉન્ટી-1ના એક બંગલામાં કોરોનાની સારવારમાંથી સાજા થવાની ખુશીમાં બહેનપણીઓને આપવામાં આવેલી દારૂની પાર્ટી માણતા ચાર મહિલાઓ સહિત પાંચની ધરપકડ કરવામાં આવી હતી, જેમાં બે મહિલાઓએ પોલીસને પોતાની ઓળખ ખોટી આપી હતી. જે મામલે સોલા પોલીસે બંને મહિલા આરોપીઓ સામે IPC 177 મુજબ એનસી રજીસ્ટર કરી છે. સોલા પોલીસે કાનમાં દારૂની મહેફિલની મેસેજને આધારે દરોડો પાડતા ઘરમાં ચાર મહિલા અને એક પુરુષ દારૂ પીધેલા મળી આવ્યા હતા. એક મહિલાએ દારૂ પીધો ન હતો. મહિલા પોતે કોરોના નેગેટિવ આવતાં તેણે મિત્રોને બોલાવી દારૂની પાર્ટી યોજી હતી.

પોલીસે ગ્રીન એવન્યુના મકાનમાં દરોડો પાડ્યો હતો
થલતેજ વિસ્તારમાં આવેલા ગ્રીન એવન્યુ મેપલ કાઉન્ટી- 1માં દારૂની મહેફિલ ચાલતી હોવાની સોલા પોલીસ સ્ટેશનને કંટ્રોલરૂમમાંથી મેસેજને આધારે પોલીસે ગ્રીન એવન્યુના મકાનમાં દરોડો પાડ્યો હતો. જ્યાં બેડરૂમમાં કેતન પાટડીયા (રહે. ગ્રીન એવન્યુ, થલતેજ), અનુરાધા ગોયલ ( રહે. અદાણી શાંતિગ્રામ), શેફાલી પાંડે (રહે. અક્ષર સ્ટેડિયા, બોડકદેવ), પ્રિયંકા શાહ (રહે. માણેકબાગ સોસાયટી, નેહરુનગર) અને પાયલ લિબાચિયા (રહે. હેલિકોનીયા એપાર્ટમેન્ટ, થલતેજ) દારૂ પીધેલા મળી આવ્યા હતા. ટીપોઈ પર દારૂના ગ્લાસ અને બોટલ મળી આવી હતી.

બંને મહિલાઓએ પોલીસમાં ખોટું નામ લખાવ્યું હતું
પોલીસે કેસની તપાસ કરતા આરોપી અનુરાધા ગોયલ અને પ્રિયંકા શાહ ID પ્રુફ માંગતા બંનેએ પોલીસમાં ખોટું નામ લખાવ્યું હતું. અનુરાધા ગોયલનું સાચું નામ અનુજા દિવ્ય અગ્રવાલ ( રહે. સાકેત 2, એલજે કોલેજ કેમ્પસ રોડ, એસજી હાઇવે, સરખેજ) અને પ્રિયંકા શાહનું પંક્તિ ઉર્ફે પ્રિયંકા શાહ ( રહે. સ્કાયલેટ હાઇટ્સ સેટેલાઇટ) હોવાનું બહાર આવ્યું છે. અનુજાએ પોતાનું નામ અનુરાધા અને પાછળ પોતાના પિતરાઈ ભાઈનું નામ લખાવી ખોટી અટક લખાવી હતી. સરનામું પણ પિતરાઈ ભાઈનું જ લખાવ્યું હતું.

બંને મહિલા સામે પ્રોહિબિશન ઉપરાંત વધુ એક ગુનો દાખલ કરાયો
પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું કે, અનુજા અગ્રવાલ અને પંક્તિ શાહે પોતાનાં નામ તો ખોટાં બતાવ્યાં જ હતાં, સાથે સરનામાં પણ ખોટાં બતાવ્યાં હતાં. અનુજાનંુ સાચું સરનામું સાકેત-2 એલ. જે. કેમ્પસ પાસે, એસ.જી.હાઈવે અને પંક્તિ શાહનું સાચું સરનામું સાયલેન્ટ હાઈટ્સ, પ્રહલાદનગર રોડ સેટેલાઈટ તેમ જ પ્રેય એપાર્ટમેન્ટ, મહાલક્ષ્મી સોસાયટી, પાલડી હોવાનંુ બહાર આવ્યું હતું. કેતન પાટડિયા તેમ જ દારૂ પીતા પકડાયેલી મહિલાઓમાંથી કોઈની પણ પાસે પરમિટ ન હતી.

પોલીસે પાંચ લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો
સોલા પોલીસને દરોડામાં ઘરમાં અન્ય એક મહિલા અમોલા કેતન પાટડીયા પણ હાજર મળી આવી હતી. જે દારૂ પીધેલી હાલતમાં મળી આવી ન હતી. અમોલા કોરોના નેગેટિવ આવ્યા હતા. જેઓએ માનસિક તણાવમાંથી દૂર થવા માટે તેઓએ મિત્રો સાથે મળી અને દારૂની મહેફિલ યોજી હોવાનું સોલા પોલીસે જણાવ્યું હતું. પોલીસે ચાર મહિલાઓ અને એક પુરુષ સહિત પાંચ લોકો સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

પાંચેય જણ 900 ML દારૂ પી ગયાં હતાં
કેતન તેમ જ દારૂ પીતા પકડાયેલી મહિલાઓમાંથી કોઈની પણ પાસે પરમિટ ન હતી છતાં કેતન પાર્ટી કરવા માટે 1 લિટરની દારૂની બોટલ લાવ્યો હતો. પોલીસે દરોડો પાડ્યો ત્યારે કેતન અને 4 મહિલાઓ 900 મિલી લિટર દારૂ પી ગયાં હતાં, જ્યારે બોટલમાં 100 મિલી દારૂ હોવાથી તે પોલીસે પુરાવા તરીકે કબજે કર્યો હતો.

માનસિક તણાવમાંથી મુક્ત થવા દારૂ પાર્ટી યોજી
જ્યારે 5 મહિલામાંથી કેતનની પત્ની અમોલાએ દારૂ પીધો ન હતો. જ્યારે અન્ય 4 મહિલાએ દારૂ પીધો હતો. પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે કોરોનાગ્રસ્ત અમોલાબેન કોરોનામાંથી સાજા થઈ ઘરે આવ્યાં હોવાથી પતિએ પત્નીની ચાર બહેનપણી માટે દારૂની પાર્ટી રાખી હતી. સોલા હાઈકોર્ટ પોલીસે 4 મહિલા અને કેતન વિરુદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. જ્યારે અમોલાબેને દારૂ પીધો ન હોવાથી તેમની સામે કાર્યવાહી કરી ન હતી.