દાણચોરી:દુબઈથી બેગમાં નીચેના લેયરમાં 48 લાખનું સોનું છુપાવીને લાવેલા બે ઝડપાયા; કસ્ટમની તપાસમાં પોલ પકડાઈ ગઈ

અમદાવાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • બંનેની શંકાસ્પદ વર્તણૂકને પગલે કસ્ટમ વિભાગને શંકા ગઈ હતી

અમદાવાદ એરપોર્ટ પર દુબઇથી આવેલા બે પેસેન્જર રૂ. 48 લાખની કિંમતની સોનાની દાણચોરી કરતા ઝડપાઇ ગયા હતા. આ પેસેન્જરો પોતાની બેગની અંદર ત્રણ પ્લાય બનાવી તેની અંદર સોનાની પટ્ટીઓને સંતાડીને રાખી હતી. સોનાની દાણચોરી કરનાર બે પેસેન્જરની ધરપકડ કરીને વધુ પૂછપરછ કરવામાં આવી રહી છે.

દિવસે દિવસે દેશના અનેક ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સોના અને ડ્રગ્સની દાણચોરીના કિસ્સા વધી રહ્યા છે. ડ્રગ્સ પેડલર્સ દેશમાં ડ્રગ્સ ઘુસાડવા માટે અને સોનાની દાણચોરી અકર્તા લોકો ટેક્સ-ડ્યુટી બચાવવા માટે અનેક હથકંડા અપનાવે છે. આવી જ એક ઘટના શહેરના ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સામે આવી છે. શુક્રવારે દુબઈથી અમદાવાદ પહોંચેલી એક અમિરાટ્સની ફ્લાઈટમાં સફર કરનાર યાત્રીના બિહેવિયર પર કસ્ટમ ઓફિસર્સને શંકા જતા તેમની પૂછપરછ કરવામાં આવી હતી. વાત કરવા દરમિયાન આ વ્યક્તિના મોઢાના હાવભાવ વિચિત્ર હોવાના કારણે કસ્ટમ ડિપાર્ટમેન્ટે તેની બેગની તપાસ કરી હતી.

આ મુસાફર પોતાની બેગમાં 500 ગ્રામ સોનાની દાણચોરી કરતા ઝડપાઇ ગયો હતો. મુસાફરની વધુ પુછપરછ કરતા તેની સાથે અન્ય એક મુસાફર હોવાનું જણાવ્યું હતું. આ મુસાફરની બેગની તપાસ કરતા તેમાંથી 700 ગ્રામ સોનું ઝડપાયું હતું. આમ આ મુસાફરો પાસેથી રૂ. 48 લાખની કિંમતની સોનાની દાણચોરી કરતા ઝડપાઇ ગયા હતા. આ બાદ, કસ્ટમ ડિપાર્ટમેન્ટે તેમની પર સોનાની દાણચોરીનો કેસ દાખલ કર્યો હતો અને તેમની પૂછપરછ આદરી હતી.

પેસેન્જરની બેગમાંથી 1.2 કિલો સોનું નીકળ્યું
દુબઇથી અમદાવાદ એમીનેટસ ફલાઇટમાં આવેલા યાત્રીઓ પાસેની બેગની તપાસ કરતા નીચેનું તળીયું વધારે પડતું જાડું હતું. આ બેગને સ્કેનરમાં તપાસ કરતા તેમાં વાંધાજનક હોવાનું દેખાતા કસ્ટમ વિભાગે આ મુસાફરો પાસેની બન્ને બેગને જપ્ત કરી લીધી હતી. બેગને અધિકારીઓએ તોડીને તપાસ કરતા બેગના તળીએ બનાવેલા ત્રણ લેરની વચ્ચે સોનાની પટ્ટીઓ સંતાડીને દાણચોરી કરી રહ્યાં હતા. આ મુસાફરોની બેગમાંથી 1.2 કિલો સોનાનો જથ્થો મળી આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...